સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તારીખ ૨૮ મી ઓગસ્ટ અને રવિવારે સાવરકુંડલામાં ‘શબદ’ગૃપ દ્વારા સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુરના ‘અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘અમરત પિયાલા’ નામનો વાંચનનો કાર્યક્રમ યોજાય ગયો.જેમાં બાબાપુર સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુરના ટ્રસ્ટી શ્રી મંદાકિનીબહેન પુરોહિત,શ્રી નીતિનભાઈ બોરાણિયા,ભાષા શિક્ષક શ્રી હરગોવિંદભાઈ પંડ્યા,સર્વોદય અંકના સહ સંપાદક અખિલભાઈ દવે તથા લોક વિદ્યા મંદિર થોરડીના ટ્રસ્ટીશ્રી કાંતીદાદા, સાથે ભાષા શિક્ષક શ્રી મિતેશભાઈ કોઠીયા, શ્રી રમેશભાઈ વાઘેલા, શ્રી હિતેષભાઇ કુબાવત હાજર રહ્યા હતા..કાર્યક્રમની શરૂઆતમાં અમિતભાઇ ચાવડાએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી ત્યાર બાદ શ્રી કાનાલા સાહેબ,શાહ દંપતી તથા અન્ય પુસ્તકો માટે કાર્ય કરતા લોકોને યાદ કર્યા હતા.વિજયભાઈ મહેતા અને પાંધી સાહેબે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા..લોકશાળા થોરડીથી પધારેલ કાંતિદાદા એ પણ કાર્યક્રમને બિરદાવ્યો હતો અને આશીર્વચન કહ્યા હતા.કાર્યક્રમમાં મંદાકિનીબહેને મનનીય પ્રવચન કર્યું હતું.નાની બાળાઓના હાથે દીપ પ્રાગટ્ય કરાવી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો..પ્રથમ દિવસે ૪૦ લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને બાવન પુસ્તકો વાંચવા માટે લઈ ગયા હતા..કાર્યક્રમને સફળ બનાવવા અમિતભાઇ ચાવડા, મનસુખભાઈ વાળા,વિપુલભાઈ ચૌહાણ,શૈલેષભાઇ ખીમસૂરિયા,જેસિંગભાઈ અને ચાણક્ય ટ્યુશન ક્લાસિસના મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.મેઘાણી જ્યંતી નિમિત્તે સહુએ ઝવેરચંદ મેઘાણીને અંજલિ આપી હતી અને વિજયભાઈ મહેતા અને હરગોવિંદભાઈ પંડ્યાએ મેઘાણીના ગીતો ગાયા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનસુખભાઈ વાળાએ કર્યું હતું.હવેથી આ કાર્યક્રમદર મહિનાના બીજા અને છેલ્લા રવિવારે અવિરત પણ યોજાશે.


