છોટાઉદેપુર જિલ્લામાં ગત 10 અને 11 જુલાઈના રોજ આકાશી આફત વરસી, મુશળધાર વરસાદને લઈ સમગ્ર જિલ્લામાં મોટાપાયે ખેતીમાં નુકશાન થયું. ખેડૂતોનો મહામુલો પાક પાકે એ પહેલાં જ ધોવાઈ ગયો. છોટાઉદેપુર જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલ ખેતી નુકશાનની વાત કરીએ તો જિલ્લામાં અંદાજીત રૂપિયા 51 કરોડનું નુકશાન થયું છે. જિલ્લામાં 51,580 હેકટરમાં 33 ટકા કે તેનાથી વધુ નુકશાન થયું છે. જેમાં બોડેલી તાલુકામાં 19133 હેકટર, સંખેડા તાલુકામાં 14203 હેકટર, કવાંટ માં 10645, જેતપુરપાવી 5154, નસવાડી 1501 અને છોટાઉદેપુર તાલુકામાં 944 હેકટર જમીનમાં ખેતીને નુકશાન થયું છે. જિલ્લામાં પ્રારંભિક સારા ચોમાસાને લઈ ખેડૂતોને સારા ઉત્પાદનની આશા જાગી પરંતુ મોંઘું બિયારણ, મોંઘા ખાતર બાદ પોતાનો લોહી પરસેવો પાડી કરેલ ખેતીને કુદરતી આફતે તો ધોવી નાખ્યો પરંતુ સરકારે પણ આજદિન ખેતી નુક્શાનનું વડતર ના ચૂકવતા ગરીબ ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. સમગ્ર જિલ્લામાં હજારો ખેડૂતોની હાલત દયનિય બની છે. અતિવૃષ્ટિ ને લઈ ખુદ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જિલ્લાની મુલાકાત લીધી ત્યારબાદ કેન્દ્રની ટીમે પણ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું અને જિલ્લા પ્રશાસન દ્વારા સર્વેની કામગિરી પૂર્ણ કરી રિપોર્ટ આપ્યાને પણે મહિનો થવા આવ્યો પરંતુ આજદિન સુધી ખેડૂતોને વળતર ના મળતા મુશ્કેલીમાં મૂકાયા છે, હાલ તો સૌ ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વળતર તો આપો સરકાર. જોઈએ કવાંટ તાલુકાના એવાં ગામડાં કે ત્યાં નાં લોકો માત્ર વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે જેઓ ની ખેતી તો નિષ્ફળ નીવડતાં આ વર્ષ દરમિયાન જો સરકાર વળતર પણ નહીં આપે તો દનનીય પરિસ્થિતિ નું નિર્માણ થશે?
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


