ઊના – ગણેશચતુર્થીનાં દિવસે ઠેર ઠેર ગણેશમૂર્તિની વિધિવત્ સ્થાપના કરાઈ હતી. જેમાં ઉના શહેર તાલુકામાં વિવિધ સ્થળોએ ગણપતિની મૂર્તિને ધામધૂમ પૂર્વક વિધીવત પુજા અર્ચના અને આરતી ઉતારી ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ ગણપતિજીની મૂર્તિને વાહનમાં બેસાડી ધામધૂમ પૂર્વક ડી જે ના તાલે શહેરી વિસ્તારમાં લાવવામાં આવ્યાં હતાં. અને બ્રાહ્મણોના મંત્રોચાર સાથે ગણપતિજીની વિધિવત્ પૂજા કરી સ્થાપના કરવામાં આવેલ હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં ડી જે ના તાલે બાળકો મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહથી જોડાયાં હતાં. અને સમગ્ર પંથકમાં ગણપતી બાપા મોરિયાથી ગુંજી ઉઠ્યું હતું..


