સીમાસી, નાના સમઢીયાળા, રાણવશી ગામોમાં ૧ કલાકમાં ૧ ઇંચ, સનખડા, ગાંગડા, કેસરીયા, જરગલી માં અડધો..
ઊના – સમગ્ર પંથકમાં વરસાદે વિરામ લીધા બાદ ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે તડકો અને અસહ્ય ગરમીના બફારા બાદ આજે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. અને ઊના ગીરગઢડા પંથકમાં બપોર બાદ વિજળીના કડાકાને ભડાકા સાથે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. જ્યારે સમગ્ર પંથક વિજળીના કડાકાથી ગુંજી ઉઠ્યુ હતું. અને આકાશમાં વિજળીના કડાકા જોવા મળતા ભયનો માહોલ ફેલાયેલ. જોકે ઉના શહેરમાં વરસાદી ઝાંપટા વરસ્યા હતા. જ્યારે ગીરગઢડા, સનખડા, ગાંગડા, નાના સમઢીયાળા, કેસરીયા, જરગલી, સીમાસી, આંબાવડ, રાણવશી, કાણકીયા, માઢગામ સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં એક કલાકમાં અડધો થી ૧ ઇંચ વરસાદ વરસી ગયો હતો. અને અમુક ગ્રામડાઓમાં રસ્તા પર પાણી ફળી વળ્યા હતા. અને ખેતરો માંથી પણ પાણી બહાર કાઢી નાખ્યા હોવાનું જાણવા મળેલ છે. જોકે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં એક કલાકમાં ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથક ઠંડુગાર વાતાવરણ થયુ હતું…


