Gujarat

જૂનાગઢ ટીંબાવાડી ગેઇટ પાસે રાજ રતન ભવનમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૨ અને ૧૩ માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન તા.૦૩/૦૯/૨૦૨૨ને સવારે ૯ કલાકે ટીંબાવાડી ગેઇટ પાસે, રાજ રતન ભવન ખાતે કરવામાં આવ્યું છે.

વહીવટમાં કાર્યક્ષમતા તથા પારદર્શિતા વધે તેમજ વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ ઝડપથી થાય તે માટે સેવાસેતુ કાર્યક્રમ ૮ મો તબક્કો યોજવામાં આવશે. જે અતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના નાયબ કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને તા.૦૩/૦૯/૨૦૨૨ને સવારે ૯ કલાકે વોર્ડ નંબર ૧૨ અને ૧૩ માટે રાજ રતન ભવન ખાતે યોજવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *