Gujarat

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ધ્રોલ ખાતે ભાવભીનું સ્વાગત કરતા મહાનુભાવો

જિલ્લાના ધ્રોલ તાલુકાના માવાપર ગામ ખાતે રૂ. ૩૧૧૬ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર સેન્ટર ઓફ એક્ષલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપના ખાતમુહર્ત પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ધ્રોલ હેલિપેડ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી ભરતભાઈ બોરસદિયા, જામનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, કૃષિ વિભાગ અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશભાઈ પૂરી, જિલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિરભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ તકે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી તથા રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહ્યા હતા.

C.M.-Arrivel-12.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *