Gujarat

જૂનાગઢ ગુમ થયેલ સગીર વયના બાળકને ગણતરીની મિનિટમાં શોધી તેમના વાલીને શોપતી બી ડિવિઝન પોલીસ.

1 સપ્ટેમ્બર 2022
સાગર નિર્મળ
જુનાગઢ
જુનાગઢ નવા નગરવાડા આશુતોષ એપાર્ટમેન્ટમાંથી ગુમ થયેલ સગીર વયના બાળકને બી.ડીવિઝન પોલીસ શોઘી તેના પરિવાર સાથે મિલન કરાવી તેના વાલીને  પરત સોંપવામાં આવેલ હતો.
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક સાહેબ શ્રી નીલેશ ઝાંઝડીયા સાહેબ તથા પોલીસ
અધિક્ષક શ્રી રવિતેજા વાશમશેટ્ટી સાહેબન દ્વારા ગૂમ થયેલ સગીર વયના બાળકને શોઘવા સુચનાઓ કરેલ
હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રદીપ જી. જાડેજા દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન હેઠળ તેમજ જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીર વયના ગુમ બાળકની આવેલ અરજી અનુસંઘાને બી ડીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર નિરવ એ. શાહ દ્વારા ગુમ થયેલ સગીર વયના બાળકને શોઘી કાઢવા આપેલ  સૂચના અનુસંઘાને ટેકનીકલ સોર્સ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઇ જીલડીયા દ્વારા બાળકને શોઘવા સી.સી.ટી.વી. ફૂટેજ તેમજ ખાનગી બાતમીદારોના આધારે ગૂમ થયેલ સગીર વયના બાળકને જૂનાગઢ રેલ્વે સ્ટેશનની પાછળના વિસ્તારમાંથી શોઘી તેની પૂછ-પરછ કરતા પોતાને
ટ્રેનમાં ફરવાનો શોખ હોય જેથી પોતે પોતાની રીતે ટ્રેનમાં બેસી રાજકોટ જતો રહેલ હતો અને બીજે દિવસે
ટ્રેનમાં બેસી પરત જૂનાગઢ આવેલ હતો અને રૂપીયા ન હોવાથી રેલ્વે સ્ટેશનની પાછળ આવેલ અવાવરૂ જગ્યામાં બેસેલ હોય તેમજ પોતાની મરજી અને રાજી-ખુશીથી ઘરેથી ચાલી ગયેલાનું જણાવતો હોય જેથી નીવેદનનાં આધારે બાળકને તેના વાલીને પરત સોંપી આપેલ હતો.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર નિરવ એ. શાહની સુચના મુંજબ બી ડીવિઝન પોલીસ સ્ટેશન ગુન્હા શોધક
યુનીટના એ.એસ.આઇ ડી.ડી.ડાંગર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભનુભાઇ ઓડેદરા, મેણશીભાઇ અખેડ,  વનરાજસિંહ  ચુડાસમા, દિનેશભાઇ જીલડીયા, સંજયભાઇ માલમ, પ્રવીણભાઇ વાળા, નીતિનભાઇ હીરાણી, રમેશભાઇ કરંગીયા તેમજ જેઠાભાઇ કોડીયાતર દ્વારા મહેનત કરી ગણતરીની કલાકોમાં બાળકને શોધી કાઢવામાં આવ્યો હતો અને બાળક મળી જતા પરિવારે પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી આભાર વ્યકત કર્યો હતો.

IMG_20220901_182248.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *