Gujarat

અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એમ.દેવ સાહેબના વરદ હસ્તે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ નજાપુર ગામે કાર્યકમ યોજાયો

રોડ અકસ્માત સંદર્ભે સેફ્ટી પગલા ભરવા અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર અમરેલી જીલ્લામાં વધતા જતા માર્ગ અકસ્માત નિવારવા તથા શાળાના બાળકોને ટ્રાફિક નિયમોની જાણકારી મળી રહે તે માટે તા. ૦૨/૦૯/૨૦૨૨ ના રોજ મોટી કુકાવાવ તાલુકાના નાજાપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થિઓને તથા નાજાપુર ગામની જનતાને ટ્રાફીકના નિયમો અંગે જાગૃત થાય તે માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અમરેલી જીલ્લા ટ્રાફિક શાખાના પો. સબ ઇન્સ. શ્રી જે.એમ.દવે તથા જીલ્લા ટ્રાફીક શાખાની ટીમ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અંગેની જાણકારી આપવામાં આવી જેમાં આશરે ૧૭૦ વિદ્યાર્થિઓને તથા ગ્રામજનોને ટ્રાફીક નિયમો ને પાલન કરવાના ફાયદાઓ તથા ટ્રાફીક નિયમો ને પાલન ન કરવાથી થતા ગંભીર માર્ગ અકસ્માતની સમજ કરવામાં આવી. તેમજ આધુનિક ટેકનોલોજીથી સજ્જ થયેલ ઇન્ટરસેપ્ટર વાહન અંગેની તથા હાઇવે પેટ્રોલિંગ વાહન (કેમ્પર બોલેરો) નુ અકસ્માત સમયે થતો ઉપયોગ વિદ્યાર્થિઓને તથા ગ્રામજનોને જાણકારી આપવામાં આવી હતી, તેમજ ટ્રાફીક નિયમો પાલન કરવા અંગેના પેમ્પલેટ ની વહેચણી કરવામાં આવી.
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ અમરેલી પો.સબ ઇન્સ. શ્રી જે.એમ.દવે તથા જિલ્લા ટ્રાફિક શાખાની ટીમ દ્વારા તથા નાજાપુર પ્રાથમિક શાળાના આચાર્ય કંચનબેન સાવલીયા તથા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ સફળતા પૂર્વક કરવામાં આવ્યુ હતુ.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220903-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *