છોટા ઉદેપુર 137 વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને આમ આદમી પાર્ટી ગુજરાતના સંગરઠન મંત્રી પ્રોફેસર અર્જુન રાઠવાએ પોતાનાં ગામનાં બાબાદેવની પુંજા કરીને પોતાની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા.
ગામમાં રેલી સાથે તેઓ બાબદેવના થાનક સુધી ગયા અને બાબદેવની પુંજા કર્યા બાદ ગામમાં એક કાર્યક્રમ પણ આયોજન કર્યું હતું.
જેમાં વિજયભાઈ રાઠવાએ ગેરંટી કાર્ડ વિશેની લોકોને માહિતી આપી. જેમાં તેઓએ આમ આદમી પાર્ટી દ્વારા આપતા ગેરંટી કાર્ડ માટે લોકો એ 9700297002 નંબર પર કોલ કરવાનો રહેશે, કોલ કર્યા બાદ કોલ કટ થઈ જશે. અને ત્યારબાદ સામેથી આ નંબરથી કોલ આવશે અને તેઓને ઘરે બેઠા એ ગેરંટી કાર્ડ માલી જશે.
અને પ્રોફેસર અર્જુન રાઠવાએ પોતાના ગામના તમામ વડીલો ના આશીર્વાદ સાથે સાથે ગામના તમામ પૂર્વજો ખાત્રીઓ અને ગામ દેવોના આશીર્વાદ લીધાને ગામલોકોને સંબોધન કરતા કર્યું કે મારા માટે ભાજપ કે કોંગ્રેસ દુશ્મન નથી પણ આમ આદમી જે સામાન્ય માણસની જે હાલત થઈ રહી છે એ હાલત મારી દુશ્મન છે ને એ હાલત બદલવા માટે રાજકારણમાં રાજકીય પરિવર્તનની જરૂર છે, આમ આદમીનીની જરૂરત છે. એમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

