કાનાવાંટ – કાછેલ ગામે આણી નદી પર આવેલો કોઝ વે છેલ્લાં ઘણાં સમયથી તૂટી ગયેલો હોય જેથી આ કોઝ વે પર અવાર નવાર લોકો પડી જવાના બનાવો બનવા પામ્યા છે ત્યારે આજે બપોરે બાર એક વાગ્યાં નાં સુમારે કાછેલ ગામનો એક યુવક પોતાની મોટર સાયકલ લઈને પસાર થતો હતો ત્યારે ઉપર વાસમાં વરસાદ વરસતાં આણી નદીમાં પાણી આવ્યું હતું, જેથી પાણી નો પ્રવાહ દરરોજ કરતાં થોડો વધું હતો, જેને લઇને આ યુવક મોટર સાયકલ સાથે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો પરંતુ ગામ નાં લોકો દોડી આવી યુવક કોઝવે થી દૂર પાણીના પ્રવાહમાં થી બહાર કાઢી બચાવી લેવાયા હતો. જનો વીડિયો પણ બનાવી લેવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

