છેલ્લાં કેટલાક વર્ષોથી ભરૂચમાં ગાયત્રીનગર ખાતે આવેલું શ્રી જલારામ બાપાનું મંદિર ભક્તોમાં શ્રધ્ધાનું કેન્દ્ર બન્યું છે ત્યારે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, ગાયત્રીનગર, ભરૂચ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં દશ દિવસ સુધી ભગવાન ગણેશજી ભક્તોનું આતિથ્ય માણશે.દશ દિવસ સુધી ચાલનાર આ ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુઓ ભગવાનની આરાધનામાં લીન બન્યા હતા.જેમાં બુધવારના રોજ રાત્રે ૮:૦૦ કલાકે સંગીતમય સુંદરકાંડના પાઠ અને ગુરુવારના રોજ સવારે ૯:૦૦ કલાકે શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં સૌ ભાવિક ભક્તોને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.
Attachments area

