છોટા ઉદેપુર જીલ્લામાં ભારતમાલા યોજના અંતર્ગત જીલ્લાના 69 ગામના ખેડૂતોની જમીન આ યોજના અંતર્ગત સંપાદન કરવા માટેનું ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે. જેના વિરોધમાં છોટા ઉદેપુર જીલ્લાના આદિવાસી અસરગ્રસ્તોએ આજે રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો, અને આ ભારતમાલા પ્રોજેક્ટ રદ કરવા માટે પ્રાંત અધિકારીને વાંધા રજૂ કર્યા છે.
સાથે સાથે છોટા ઉદેપુર જીલ્લો એ આદિવાસી જીલ્લો છે, અને આદિવાસીઓ જળ, જંગલ અને જમીનના મૂળ માલીક હોવાના નાતે તેઓને બંધારણની સૂચિ ૫ અને પેસા એકટ લાગુ કરવાની માંગ પણ કરવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

