Maharashtra

એશિયા કપનામાં ભારતીય ઝડપી બોલરે મહત્વપૂર્ણ કેચ છોડતાં ટીકાઓનો વરસાદ વરસ્યો

મુંબઈ
ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંઘે પાકિસ્તાન સામે એશિયા કપના સુપર ફોર મુકાબલામાં મહત્વપૂર્ણ કેચ છોડતાં તેના પર ટીકાઓનો વરસાદ વરસ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં ભારત હાર્યા બાદ અર્શદીપને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ કોઈ નવી વાત નથી અગાઉ ભૂતકાળમાં પણ ભારત-પાક. મુકાબલામાં અનેક ખેલાડીઓ પર હારનું ઠીકરું ફોડવામાં દર્શકોએ કોઈ કચાસ રાખી નથી. ૩૬ વર્ષ પૂર્વે પણ કંઈક આવી જ ઘટના ઘટી હતી. તે વખતે બલીનો બકરો દિગજ્જ ખેલાડી ચેતન શર્મા બન્યા હતા. ચેતન શર્માએ પાક. સામેની એ રોમાંચક મેચમાં યોર્કર બોલ નાંખવાને બદલે ફૂલ ટોસ ફેંકતા પાકિસ્તાને વિજયી છગ્ગો ફટકારીને ભારતને હરાવ્યું હતું. ચેતન શર્માએ ૧૯૮૬ના ઓસ્ટ્રલ એશિયા કપની ફાઈનલમાં છેલ્લા બોલ પર પાક. બેટ્‌સમેન જાવેદ મિયાંદાદને ફૂલ ટોસ બોલ ફેંક્યો હતો અને તે વખતે શારજાહના મહારાજ તરીકે ઓળખતા પાકિસ્તાનની બેટ્‌સમેને છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી. ૨૦૨૨માં એશિયા કપના સુપર ફોર મુકાબલામાં ભારે રસાકસી હતી. રવિ બિશ્નોઈએ ફેંકેલી ૧૮મી ઓવરમાં પાક. બેટ્‌સમેન આસિફ અલીએ બોલને હવામાં ફટકાર્યો હતો. બોલ હવામાં હતો અને સરળતાથી કેચ થઈ શકે તેમ હતો પરંતુ દબાણ હેઠળ રમી રહેલા અર્શદીપથી કેચ છૂટ્યો હતો. આ બન્ને મેચમાં ૩૬ વર્ષનું અંતર છે પરંતુ દર્શકો માણની સામાન્ય ભૂલને પણ સ્વીકારી શકતા નથી અને તે સમયે ચેતન શર્મા જ્યારે આ વખતે અર્શદીપ બલીનો બકરો બન્યો છે. આશા છે કે રવિવારની મેચમાં કેચ ડ્રોપની ભૂલ ભારતના આ ૨૩ વર્ષના ક્રિકેટરના માનસ પર કોઈ ઊંડી અસર ના કરે. જાે બધું સારું રહેશે તો અર્શદીપ આગામી વર્ષોમાં આંતરાષ્ટ્રીય સ્તરે ટી૨૦માં ડેથ ઓવર્સમાં સર્વશ્રેષ્ઠ બોલર બનવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય ક્રિકેટ ચાહકોએ તે વખતે ચેતન શર્માને પણ ટ્રોલ કરવામાં કોઈ કચાસ થોડી નહતી. ચેતન શર્મા લોર્ડ્‌સ ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપનાર ભારતીય બોલર્સ પૈકીના એક હતા અને વન-ડે વિશ્વ કપમાં હેટ્રિક લેનાર સૌપ્રથમ બોલર હતા. પરંતુ તેઓ ફક્ત એક બોલને કારણે હીરોમાંથી વિલન બની ગયા હતા. રવિવારે રાત્રે પાકિસ્તાન સામે ભારત મેચ હારતા સોશિયલ મીડિયામાં અર્શદીપના કેચ છોડવા પર નેટિઝને જે પ્રતિક્રિયા આપી તેને હળવાશમાં લઈ શકાય નહીં. કેટલાક લોકોએ અર્શદીપ પ્રત્યે જે ઘૃણા વ્યક્ત કરી તે વ્યક્ત કરી શકાય તેમ નથી. લોકો એ વાત ભૂલી ગયા કે કેચ ડ્રોપ થયા પછી થોડી જ ક્ષણમાં અર્શદીપ બોલિંગ કરવા આવ્યો હતો અને તેણે આસિફને લેગ બીફોર આઉટ કર્યો હતો. ભારતને અંતિમ ઓવરમાં સાત રન બચાવવાના હતા અને ટી૨૦ જેવી ઝડપી ફોરમેટમાં તે સરળ નહતું. ભારતના અન્ય ખેલાડીઓ હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમાર માટે પણ તે સારો દિવસ નહતો તે લોકો કદાચ ભૂલી ગયા હતા. ભારતના દિગજ્જ ક્રિકેટર વિરાટ કોહલીએ પણ પાકિસ્તાન સામેની પ્રથમ મેચ સાથે સંકળાયેલો કિસ્સો જણાવ્યો હતો. એશિયા કપના સુપર ફોર રાઉન્ડમાં પાકિસ્તાન સામેની મેચમાં પાંચ વિકેટે મળેલા પરાજય બાદ કોહલીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, મને યાદ છે જ્યારે હું ૨૦૦૯માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની મારી પ્રથમ મેચમાં શાહિદ આફ્રિદીના બોલ પર આઉટ થયો હતો. તે રાત્રે હું રૂમમાં છત સામે જાેઈ રહ્યો હતો અને મને ઊંઘ આવી નહતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને એક જંગ સાથે સરખાવવામાં આવે છે. આજના જમાનામાં સોશિયલ મીડિયાથી લોકોની પ્રતિક્રિયા વધુ ઝડપથી વાઈરલ થાય છે. અગાઉ અખબારો અને દૂરદર્શનના જમાનામાં આટલી જલ્દી કોઈ સામે આક્રોશ ઉઠવો શક્ય નહતો. જાે કે તેમ છતાં ૧૯૯૬માં બેંગ્લોરમાં રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં અજય જાડેજાએ પાક. બોલર વકાર યુનિસની જાેરદાર ધોલાઈ કરી હતી. તે સમયે વસિમ અકર ઈજાને પગલે મહત્વની મેચમાં રમ્યો નહતો. પાકિસ્તાનના સમર્થકોએ આક્રોશમાં આવીને અકરમના કરાચી સ્થિત ઘરે પથ્થરમારો કર્યો હતો અને લોકોનો જુવાળ જાેતા અકરમને લાહોરમાં જ રોકવામાં આવ્યો હતો.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *