Gujarat

અરજદારોને તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં અરજીઓ મોકલવી

ભરત ગંગદેવ

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાનો  સપ્ટેમ્બર-૨૦૨૨ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ચોથા બુધવારે મામલતદાર કચેરી લીલીયા ખાતે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તો તેમણે તા.૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં રુબરુ અથવા ટપાલથી મળી જાય તે રીતે મામલતદાર કચેરી, લીલીયા ખાતે મોકલી આપવી. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સામૂહિક કે નીતિવિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ કરવા નહિ.  અરજીના મથાળે મોટા અક્ષરે ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ અવશ્ય લખવું, તેમ મામલતદારશ્રી લીલીયાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *