Gujarat

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) રાજુલા ખાતે ‘પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીશીપ’ ભરતી મેળો યોજાશે

ભરત ગંગદેવ

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) રાજુલા ખાતે આગામી તા.૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ને સોમવારના રોજ અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ‘પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીશીપ’ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો સવારે ૧૦.૩૦ વાગ્યાથી ડુંગર રોડ સ્થિત આઈ.ટી.આઈ, રાજુલા ખાતે યોજાશે. ભરતી મેળામાં જિલ્લાના અગ્રગણ્ય એકમો દ્વારા ઈલેક્ટ્રીશિયન, ફીટર, ડીઝલ મિકેનિક, એમ.એમ.વી. વેલ્ડર, પ્લમ્બર, સર્વેયર, કાર્પેન્ટર, કોપા એ.ઓ.સી.પી. આર.એફ.એમ ટ્રેડ તતેમજ કોઈ પણ વિષયમાં સ્નાતક થયેલા તાલીમાર્થીઓ ભાગ લઈ શકશે, તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના અમરેલીના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *