નરેશ રાવલીયા કેશોદ
કેશોદમાં ઠેર ઠેર ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. હાલ ભક્તિમય વાતાવરણ સાથે “અગલે બરસ તું જલ્દી આના…” ગણપતિ બાપા મોરિયા… ના નાદ સાથે ગણશજી ને વિદાય આપવામાં આવી રહી છે ત્યારે કેશોદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી હીરાભાઈ જોટવાના ઘરે પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો અને મહિલા મંડળ દ્વારા ધૂનનું આયોજન કરાયું હતું તેમજ સંતવાણી નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. શ્રી હીરાભાઈ જોટવા દ્વારા કેશોદ ની અંદર અલગ અલગ જગ્યાએ બિરાજમાન કરેલા ગણપતિ દાદા ના દર્શન કરવામાં આવ્યા હતા સાથે કેશોદ અને સમગ્ર વિસ્તારના લોકોની સુખાકારી માટે બાપાને પ્રાર્થના કરવામાં આવી હતી. કેશોદની અનેક જગ્યાએ ગણપતિ ઉત્સવમાં આયોજકો અને ધર્મપ્રેમી જનતા દ્વારા શ્રી હીરાભાઈ જોટવાના હસ્તે મહાઆરતીનું આયોજન રાખવામાં આવ્યુ હતુ તેમજ હીરાભાઈ જોટવા નું સાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યુ હતુ. કેશોદ ની જનતાનો પોતાના પ્રત્યેનો પ્રેમ અને લાગણી સભર ભાવ જોઈ હીરાભાઈ જોટવા એ જાહેર જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ જ્યાં પણ તેમની જરૂર પડે ત્યાં સત્ય ની બાબતમાં હંમેશા તમારી સાથે ઉભો છું તેવું જણાવવામાં આવ્યું હતું.


