સુરત
સુરતમાં રડતા યુવકને લિફ્ટ આપતા કારચાલકને ચપ્પુની અણીએ બંધ બનાવી મહિલાઓ સાથે ફોટા પાડી ૫ લાખ પડાવ્યા હોવાનો કેસ નોંધાયો હતો. પોલીસે હનીટ્રેપમાં ફસાવતી ગેંગને ઝડપી પાડી છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. કાર ચાલક પાસે રાહદારીએ લીફ્ટ માગી કાર ચાલકને ચપ્પુ બતાવી બંધક બનાવી પોતાની સાગરીત મહિલાઓ સાથે ફોટાઓ પાડી લીધા હતા. પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફોટાઓ વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. હની ટ્રેપ કરતી ગેંગને હનીટ્રેપમાં પડાવેલ રૂપિયા સાથે સુરત શહેર ક્રાઈમબ્રાંચ ધરપકડ કરી છે. યુવક રસ્તા ઉપર રડતો હતો. તેણે હોસ્પિટલ જવું છે એમ કરીને કારમાં બેસી જઈને ગુનો આચાર્યો હતો. ???????ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા માટે ટીમ કામે લાગી હતી. ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અન્ય એક આરોપી ફરાર છે. લાલજી શિવરાજભાઈ અલ્પેશકુમાર ઉર્ફે જીજુ પટેલ લલિત ચૌહાણ, રૂકિયાબેન ફાતિમાબેન વોહરાની ધરપકડ કરવામાં આવે છે અને એક આરોપીને પણ ઝડપી પાડવા માટેની કામગીરી શરૂ થઈ છે. ???????કારચાલક આધેડને યુવકે કારમાં જ પીઠના ભાગે ચપ્પુ અડાડી દઈને ધમકાવ્યો હતો. જે ફ્લેટમાં લઈ ગયો હતો તે ફ્લેટમાં અન્ય બે મહિલા અને બે પુરુષો પણ હાજર હતા. જે પૈકીના એક પુરુષે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. આ દરમિયાન બંને મહિલા વચ્ચે ઉભો રહી જાય એમ કહીને ફોટો પાડ્યા હતા. આ ફોટાને વાઇરલ કરવાની ધમકી પણ સાગરીતોએ આપી હતી. શહેરમાં આધેડવયના કારચાલકો કે અન્ય વ્યક્તિઓને હાનીટ્રેપમાં ફસાવવા માટેની ગેંગ સક્રિય થઈ છે. ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતી મુજબ આરોપીઓ સુધી પહોંચવા માટે ખૂબ જહેમત ઉઠાવી પડી હતી. આ હનીટ્રેપ કરતી ગેંગ ખુબ સક્રિય હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપની ઘટના બની છે. તેમાં આ ગેંગની પણ સંડોવણી છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.


