Gujarat

યાત્રાધામ અંબાજી ના પત્રકાર મિત્રો રંગાયા માઁ અંબા ની ભક્તિમાં સહભાગી બન્યા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર આર કે પટેલ

*પત્રકાર મિત્રો દ્વારા અંબાજી મંદિર ના શિખર ઉપર ધજા ચડાવવામાં આવી*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી તથા દાતા તાલુકાના પત્રકાર મિત્રો દ્વારા મા અંબાના મંદિરના શિખર ઉપર ધજા ચઢાવવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પત્રકાર મિત્રોમાં એકતા જોવામાં મળી હતી બપોરે ખોડી વરલી મંદિર મુકામ થી ઢોલ નગારા સાથે અને નાચતા ગાતા માં અંબા ની જય જય કાર લગાવતા અબીલ ગુલાલ ના રંગમાં રંગાતા પત્રકાર મિત્રો માં અંબા ના મંદિર ચાચર ચોક ખાતે પહોંચતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર પણ તેમની સાથે મા અંબાના શિખર ઉપર ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દરેક પત્રકાર મિત્રો મા અંબાના ભક્તિના રંગમાં રંગાયા હતા અને ભાદરવા મહિનામાં દૂર દૂરથી જ્યારે મા અંબાના ભક્તો શઘ ધજા લઈ માતાજી ના ચરણે આવતા હોય ત્યારે તેમનો આનંદ અને ઉત્સાહ અનેરો હોય છે તે ઉત્સાહનો લાવો લેવા માટે અંબાજીના પત્રકાર મિત્રો પણ છેલ્લા બે વર્ષથી મા અંબાના ચરણોમાં ધજા અર્પણ કરે છે અને મા અંબા ને પ્રાર્થના કરે છે કે માં અંબાજી તથા દાતા તાલુકાના સર્વે પત્રકાર મિત્રોમાં એકતા જળવાઈ રહે અને આપના ચરણોમાં દર વર્ષે પત્રકાર મિત્રો દ્વારા ધજા ચડતી રહે તેવી માં અંબાને પ્રાર્થના પણ પત્રકાર મિત્રો દ્વારા કરવામાં આવી હતી
*અહેવાલ :- વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20220926-WA0072.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *