અંકલેશ્વરમાં હવે નવરાત્રીનો ખરો રંગ જામ્યો હોય તેવું વાતાવરણ દરેક ગરબા ગ્રાઉન્ડ પર નજરે જોવા મળ્યું હતું. યુવક-યુવતીઓ ગરબાના અને સંગીતના તાલે ઝૂલતા નજરે પડતા હતાં. ત્યારે અંકલેશ્વરના આવેલા યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ 2022માં ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રસિકો ગરબના રંગે રંગાઈને ગરબે જુમી રહ્યા હતાં.


