Gujarat

વંથલી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પોકસો કાયદા અંતર્ગત નગર પંચાયત હાઈસ્કૂલ ખાતે શિબિર યોજાઈ……        

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અરવિંદ કુમાર સાહેબ તથા જસ્ટિસ સોનિયાબેન ગોકાણી સાહેબ દ્વારા દરેક જિલ્લામાં પોકસો કાયદા અંતર્ગત બાળકોને માહિતગાર કરવા કાર્યક્રમો યોજવા આદેશ કરેલ હોય તે અંતર્ગત આજરોજ વંથલી નગર પંચાયત હાઈસ્કૂલ ખાતે વંથલી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ એન.આર જૈન સાહેબ તથા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબ આઇ.એ શેખ સાહેબ તથા એડિશનલ સિવિલ જજ સાહેબ એ.એમ મેમણ ની અધ્યક્ષતામાં શિબિર યોજવામાં આવેલ હતી. જેમાં જજ સાહેબો દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ ને પોક્સો કાયદા થી માહિતગાર કરવામાં આવ્યા હતા.તેમાં મુખ્યત્વે બાળકોને થતી જાતીય સતામણી કાયદા મુજબ  કંઈ રીતે અટકાવવી તેમજ શિક્ષકો સાથે સાથે વાલીઓએ પણ જાતીય સતામણી થતી હોય તેને કઈ રીતે અટકાવી શકાય તે રીતે કાયદા હેઠળ માહિતગાર કરેલ આ કાર્યક્રમ ના સંચાલન ના ભાગ રૂપે આચાર્ય દિનમહમદ સાહેબ તથા શિક્ષક દિનેશભાઈ ચાવડા સહિત શિક્ષકગણ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.વંથલી તાલુકા કાનૂની સેવા સમિતિ વતી પ્રતિકભાઈ મહેતા તથા એડવોકેટ એમ.પી ખાનવાણી,એસ.એ સમા, એસ.એ શાંખલા દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

IMG-20220929-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *