વંથલી
આજરોજ વંથલી મામલતદાર સાહેબ ને લેખિત આવેદનપત્ર આપી સૌરાષ્ટ્ર દલિત સંગઠનના કાર્યકર્તાઓએ વૃદ્ધ તેમજ વિધવા માતાઓના પેન્શન યોજનાની રકમો માં વધારો કરવા માંગ કરી હતી. વય વંદના માં વયમર્યાદા 58 વર્ષ કરવા તેમજ વૃદ્ધ પેન્શન યોજના બી.પી.એલ સ્કોરમાં ન આવતા હોય તેમને આવકમર્યાદા માં સમાવેશ કરવા તેમજ અભણ સ્ત્રી પુરુષ ના ઉમર પુરાવો આધારકાર્ડ માન્ય રાખવા તેમજ જન્મતારીખ મુજબ ચાલુ વૃદ્ધ પેન્શન યોજના 3000 રૂપિયા કરવા સહિતની વિવિધ માંગો સાથે વંથલી મામલતદાર મારફત ગુજરાત રાજ્ય ના માનનીય મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી માંગણીઓ સંતોષવા માંગ કરી હતી તેમજ માંગણીઓ ન સંતોષાય તો ગાંધી ચિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં વધતી જતી બેરોજગારી મોંઘવારી ને લઇ અનેક સંગઠનો અને કર્મચારીઓ પોતાની માંગ સંતોષવા આંદોલનના રસ્તે સરકાર ને ઘેરવાના પ્રયાસો કરી રહી છે ત્યારે ગરીબ લોકો પણ આ રેશ માં પાછળ નથી.હવે જોવું એ રહ્યું કે ગુજરાત માં ચાલતો આંદોલન નો આ ટ્રેડ શું ગુજરાત સરકાર રોકી શકશે કે લોકો ના રોષનો ભોગ બનેશે તે તો જોવું જ રહ્યું.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી


