ગાંધીધામ: કચ્છની સેવાકીય સંસ્થા માનવતા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીધામ ખાતે વર્ષોથી વિવિધ પ્રકારની સામાજિક સેવાઓ સાથે સંકળાયેલ સવાસો સંસ્થાઓને શ્રેષ્ઠ સંસ્થાનો માનવતા એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. સાથે સાથે દસ જેટલા સેવાધારીઓને સેવાનો વિશિષ્ટ માનવ માનવતા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો .
ગોપાલપુરીના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં માનવતા ગ્રુપ દ્વારા જણાવ્યું હતું કે ” ભારતીય સંસ્કૃતિમાં સેવાને એક આદર્શ અને સંસ્કાર તરીકે સ્થાનમાં આપવામાં આવ્યું છે અને દરેક ભારતીય માં સેવા ગુણ જાણે કે ગળગુંથી માંથી જ અંકુરિત થતો જોવા મળે છે ત્યારે લોકસેવા, સમાજ સેવા , અબોલ જીવો ની સેવા , ધાર્મિક સેવા ,પર્યાવરણીય સેવા , પદયાત્રીઓની સેવા, આરોગ્યલક્ષી તેમજ માનવતા લક્ષી નોંધપાત્ર કામગીરી કરી રહી છે તેવી સવાસો સંસ્થાઓને શ્રેષ્ઠ માનવતાવાદી કાર્યો બદલ માનવતા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા સાથે સાથે ‘શ્રેષ્ઠ માનવ ‘ માનવતા એવોર્ડ ગાંધીધામ સંકુલના સર્વ શ્રી ચંદ્રકાંતભાઈ સૂર્યપ્રસાદ શુક્લ વૈદિક સત્સંગ ધામ આદિપુર , જાણીતા ઉદ્યોગપતિ અને દાતા શ્રી બાબુભાઈ ભીમાભાઇ હુંબલ, શ્રી નંદલાલભાઈ રામજીવન ગોયલ , ડોક્ટર દિનેશભાઈ સોમાભાઈ સુતરીયા, લચ્છુભાઈ ઓર્ડરમલ ચતવાણી, મોહનભાઈ ધારશી ઠક્કર, દર્શનભાઈ ઈસરાની, વિમલભાઈ ગુજરાલ , મૌલાના સિદ્ધિક અહેમદ રાયમા તેમજ આશિષભાઈ શશીકાંતભાઈ જોશી ને અર્પણ કરવામાં આવ્યા હતા સાથે સાથે સવાસો જેટલી સંસ્થાઓને શ્રેષ્ઠ સંસ્થા નો માનવતા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા એ ઉપસ્થિત વિવિધ સંસ્થાઓના અગ્રેસરોને ” ઈશ્વર જ્યારે આપણને સમાજ સેવા માટે નિમિત બનાવ્યા છે ત્યારે સૌ સંસ્થાઓ એક સાથે મળી સમાજનું અને માનવતાનું કામ કઈ રીતે વધુ વિકસિત થાય અને સમાજના બહોળા વર્ગને તેનો લાભ મળે તે રીતે સંગઠન સાથે સામાજિક પ્રવૃત્તિઓ કરવા આહવાન કર્યું હતું. તેમણે સંસ્થાઓને આ માનવતા એવોર્ડ મળવાથી સામાજિક સ્તરે કામ કરવાની વધું પ્રેરણા અને પ્રોત્સાહન મળવાથી સામાજિક કાર્યોમાં બમણી શક્તિનું પ્રદાન થશે તેમ જણાવી શુભકામના પાઠવી હતી.
ઉપસ્થિત શ્રેષ્ઠ માનવ માનવતા એવોર્ડ મેળવનાર આગેવાનોએ માનવતા ગ્રુપને આ વિશિષ્ટ પ્રકારના માનવતાવાદી કાર્યક્રમ કરવા બદલ અભિનંદન આપ્યા હતા અને માનવતાલક્ષી નું કામ કરનારને કોઈ દિવસ કોઈ પણ અંતરાયોથી ન ડરી સતત સમાજ સેવા નું કામ કરતા રહે તેવી શુભકામના પાઠવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માજી ધારાસભ્ય શ્રી વાલજીભાઈ દનીચા, કરસનભાઈ ધુવા , મોહનભાઈ ઉદાસી, લતા મેનન ,કવિતા રામચંદાણી, નંદકુમાર નાયર, સુમાં મોહન, વી.પી .કે . ઉનની મેનન , ગ્રુપ ના સદસ્યો, માનવતા ગ્રુપ સંચાલિત વિવિધ તાલીમ કેન્દ્રની પ્રશિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી .
Attachments area


