બોડેલી માય શાનેન સ્કૂલ ખાતે નવરાત્રી ના ચોથા નોરતે નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં મુખ્ય મહેમાન શ્રીમતી શીતલકુવરબા હેમરાજ સિંહ મહારાઉલ, શાળા ના ટ્રસ્ટી શ્રી લોકેન્દ્ર સિંહ વાંસદિયા, સંજયસિંહ રાજ પરમાર, તેમજ જે સી ટી ગ્રુપ હેડ, શાળા ના બને માધ્યમ ના આચાર્ય, શિક્ષકો, શાળા ના વિદ્યાર્થી ઓ, વાલીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ તથા શિક્ષકો એ પરંપરાગત વસ્ત્રો પહેરીને માતાજી ની આરાધના કરી અને મન મૂકી ને ગરબા રમ્યા. તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલી ઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. અંતે માં અંબા ની આરતી કરી પ્રસાદ લઈ બધા છૂટા પડ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


