ગુજરાત સરકાર અને એસ.એસ.આઈ.પી 2.0 ઉપક્રમે વિવિધ ઇજનેરી કોલેજ ખાતે 17મી સપ્ટેમ્બરથી 15મી ઓક્ટોબર સુધી રીસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરે અને આત્મનિર્ભર ભારત માટે યુવાનોનું સશક્તિકરણ કરવાના હેતુથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જેના ભાગરૂપે ભરૂચની સરકારી ઇજનેરી કોલેજ ખાતે એક્સેલેંટ ઇન્ફ્રા સ્ટ્રકચર લિમીટેડના સ્થાપક અશોક જાદવની અધ્યક્ષતામાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબેન પરમાર, ઉપસરપંચ યુવરાજસિંહ પરમાર અને સભ્ય વિક્રમસિંહ રાજ,સરકારી ઈજનેરી કોલેજ ભરૂચના આચાર્ય ડો. પી. પી. લોઢા તેમજ એસ.એસ.આઈ.પી 2.0ના કોર્ડીનેટર વી. વાય. દોશી સહીત કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Attachments area


