રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર, જીલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ જીલ્લા રમત ગમત અધિકારી કચેરી-જૂનાગઢ દ્વારા તા.૨૧/૦૯/૨૦૨૨ ના રોજ યોજાયેલ રાસ-ગરબા હરીફાઈમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બાગાયત મહાવિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ રાસમાં પ્રથમ સ્થાન તેમજ પ્રાચીન ગરબામાં દ્વિતીય સ્થાન મેળવી કૃષિ યુનિવર્સિટીનું ગૌરવ વધારેલ છે.
બાગાયત મહાવિધાલયની આ રાસ ટીમને રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા આમંત્રિત કરતા તા.૨૭/૦૯/૨૦૨૨ ના રોજ રાસ સ્પર્ધામાં ભાગ લઇ સારું પર્ફોર્મંસ કરી યુનિવર્સિટીને ગૌરવવંત કરેલ છે. આ ઇવેન્ટ સફળ બનાવવા માટે કોલેજના આચાર્ય, ડો.ડી. કે. વરૂ, જીમખાના ચેરમેન ડો. જે. એસ. પરસાણા, પ્રો તેજલ ચૌધરી, પ્રો હિતેશ વસાવા અને કુ. કૃપાલી સોજીત્રા વગેરે જહેમત ઉઠાવી હતી.

