પોલીસ લાઈન તરફથી ગરબા રમતી તમામ બહેનોને દરોજ ગરમા-ગરમ નાસ્તો અને વિવિધ પ્રકારની વસ્તુઓની લ્હાણી કરવામાં આવે છે…
હાલ નવરાત્રી નો તહેવાર ચાલી રહ્યો છે અને ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી ધુમ મચાવી રહ્યા છે. ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં દર વર્ષે પોલીસ લાઈન દ્વારા નવરાત્રી નું જબરજસ્ત આયોજન કરવામાં આવે છે.ત્યારે આ વખતે કોરોના વાયરસના કારણે બે વર્ષ સુધી નવરાત્રી ના મોટા ઉત્સવ બંધ હતા ત્યારે ચાલુ વર્ષે તમામ પ્રકારની છુટ આપવામાં આવી છે જેને લઈને રાણપુર પોલીસ લાઈન દ્વારા નવરાત્રી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.છઠ્ઠા નોરતે પોલીસ લાઈન આયોજીત નવરાત્રી ઉત્સવ માં હજારો બહેનો ગરબે રમતા જોવા મળ્યા હતા.હાલ સમગ્ર રાણપુરમાં સૌથી સારી ગરબી પોલીસ લાઈન માં થતી હોય અને ફક્ત બહેનોને જ ગરબા રમવા દેવામાં આવે છે.ત્યારે છઠ્ઠા નોરતે પોલીસ લાઈન ખાતે હજારો બહેનો ગરબે રમતા જોવા મળ્યા હતા જ્યારે પોલીસ લાઈન નવરાત્રી ઉત્સવ ને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે રાણપુર પોલીસ લાઈન દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ માં ગરબે રમતી દરેક બહેનોને દરોજ વિવિધ પ્રકારની લ્હાણી તેમજ હાજર તમામ લોકોને ગરમા-ગરમ નાસ્તો આપવામાં આવે છે.રાણપુર પોલીસ લાઈન દ્વારા નવરાત્રી મહોત્સવની સુંદર ઉજવણી ને લઈને લોકો પોલીસ લાઈન ખાતે ગરબા જોવા મોટી સંખ્યા માં ઉમટી પડે છે અને લોક ગાયક નીતીન બારોટ ની ટીમ ગરબાની ધુમ મચાવે છે….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

