Gujarat

કુમ કુમના પગલાં પાડયાં માડીનાં હેત ધર્યા, રમવા શ્રીજી વિદ્યાલયના બાળકો ટોળે વળ્યા રે…

અંકલેશ્વરના સુરવાડી ખાતે આવેલી શ્રીજી વિધાલય ખાતે વિદ્યાર્થીઓએ આઠમની ઉજવણી કરી હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ રંગબેરંગી ચણિયાચોળી પહેરી જ્યારે વિદ્યાર્થીઓએ કુર્તા પહેરી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.
અંકલેશ્વર ખાતે માઁ આદ્યશક્તિનું આગમન કરી શ્રીજી વિદ્યાલયના આંગણે શક્તિ અને ભક્તિના સમન્વયથી નવરાત્રિ ઉત્સવ ઉજવાયો હતો. માઁ અંબાના આઠમાં દિવસનો ગરબા ઉત્સવ વિધાર્થી અને શિક્ષકો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. વિદ્યાલયના દરેક વિદ્યાર્થીઓએ ગરબાના તાલે નાચી આઠમની ઉજવણી કરી હતી. માઁ અંબે પાસે શક્તિ, સરસ્વતી અને લક્ષ્મીનો સુભગ સમન્વય થાય એવી પ્રાર્થના કરી કરી હતી.

IMG-20221003-WA0156.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *