Gujarat

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમા આઉટસોર્સિંગ કર્મચારિયાઓ હડતાળ ઉપર હોઈ ગંદકીનુ સામ્રાજ્ય અને અનિયમિત સુવિધાનો પ્રજાને સામનો કરવો પડી રહ્યો છે    

જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરના વર્ગ-૩ અને વર્ગ-૪ ના આઉટસોર્સિંગ કર્મચારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા જૂન માસમા પગાર મળ્યો હતો હાલ ઓક્ટોબર માસ થયો છતાં એજન્સી પગાર કરતી નથી જેને કારણે અમારે ઘરનું અને પરિવારનું ગુજરાન ચાલવવુ મુશ્કેલ છે જે બાબતે વહીવટી વિભાગ તરફથી ગંદકી દૂર કરવા બાબતે જણાવવામા આવ્યું હતુ કે કર્મચારી હડતાળ ઉપર હોઈ સફાઈ નથી થઈ એટલે ગંદકી છે પરંતુ સવાલ એ છે કે છોટાઉદેપુર નગરમાં સફાઈ કર્મીઓની કમી નથી ઉચ્ચક નાણાકીય રકમ નક્કી કરી હોસ્પિટલ વહીવટકર્તા રોજ સફાઈ કરાવે તે જરૂરી છે અન્યથા આરોગ્યની સુવિધાને બદલે પ્રજાને ગંદકીને કારણે સુવિધાનો સામનો કરવો પડશે દર્દીઓ રોગમુક્ત થવા આવશે એને બદલે રોગયુક્ત બનીને જશે કારણકે ફાર્માસી અને સફાઈ કર્મી તેમજ લેબ ટેકનીશ્યન તમામ હડતાળ ઉપર હોઈ દર્દીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આમજો લાંબા સમય સુધી હડતાળ ચાલુ રહે તો દર્દીઓની કફોડી હાલત થશે એ સનાતન છે આમતો આઉટ સોર્સિંગ કર્મચારીઓને સૂચિત પગાર મુજબ પગાર આપવામાં આવતો નથી અને સૂચિત પગાર કરતા ઓછો મળશે તેમ કર્મચારીઓએ જણાવ્યું હતુ જે પગાર હોસ્પિટલ માથી નહી પરંતુ એજન્સી કરતી હોવાનુ જણાવ્યું હતુ એજન્સી સરકારે તેમને ચુક્વેલો પગાર કેમ ચૂકવતી નથી ?એના પાછળ કોઈ મોટું માથું સંમિલિત હશે આની સામે કોઈ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે તો કર્મચારીને છૂટો કરવાની ધમકી આપવામા આવે છે તેમ ઉપસ્થિત આંદોલન કારિઓએ જણાવ્યું હતુ.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20221003_172435.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *