અંકલેશ્વરની ઝેનિથ હાઇસ્કુલ ખાતે એડવોકેટ દ્વારા વિદ્યાર્થીઓને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટના કાયદા અંગે જાગૃતિ અંગે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ અંગે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.
ગુજરાત રાજ્યના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત કાનુની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ અરવિંદ કુમાર તથા એક્ઝીક્યુટીવ ચેરમેન સોનિયા ગોકાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ દ્વારા 26 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર સુધી સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં વિદ્યાર્થીઓને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટના કાયદા અંગે જાગૃતિ અંગે કાનૂની શિબિરના આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સર્વોદય નગર વિસ્તારમાં આવેલી ઝેનિથ હાઇસ્કુલ ખાતે એડવોકેટ અશોક દાણી અને એડવોકેટ માનવ શાહની અધ્યક્ષતા હેઠળ પોક્સો એક્ટ અંતર્ગત કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટના કાયદા અંગે વિગતવાર માહિતી પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઝેનિથ હાઈસ્કૂલના આચાર્ય ઇકબાલ પટેલ સહીત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

