ગીરગઢડા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં મણીયારો રાસ રમવા માટે ટીમ બોલાવવામાં આવી હતી. જેમા 20થી વધુ યુવાનો પોતાના પરંપરાગત પહેરવેશમાં આવી ગરબા સાથે અલગ અંદાજમાં રાસની રમઝટ બોલાવી હતી. આ રાસ રમાડવા માટે પોરબંદરથી યુવાનોની ખાસ ટીમ બોલાવવામાં આવી હતી. પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં ગરબી ફરતે મણીયારો રાસને નિહાળવા માટે સ્ટાફના પરિવારજનો તેમજ ગામના અને તાલુકામા લોકોએ ઉમટી પડ્યા હતા


