અંકલેશ્વરમાં માટીએડ ગામે 108 દીકરીએ માતાજી મહા આરતી કરી માં અંબા ના ભક્તિ માં લીન બની હતી. પ્રતિ વર્ષ નવતર અભિગમ રૂપે દીકરીઓના હસ્તે 108 દીવડાની આરતી કરી હતી. 150 વર્ષ જુના પૌરાણિક શિકોતર માતાજી મંદિર ખાતે ગરબા ના આયોજન સાથે આઠમના દિવસે વિશેષ પૂજા અને યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ના પ્રાચીન તપોભૂમિ એવા માતૃકૃતિકા તીર્થ જેના પરથી ગામનું નામ આવ્યું છે એવા માટીએડ ગામ ખાતે માંડવા ફળીયા આવેલ અતિ પૌરાણિક અંદાજિત 150 વર્ષ કરતા પણ જુના તીર્થધામ સિકોતર માતાજીના મંદિર ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત રોજ માતાજીના ગરબાનું આયોજન થાય છે. તો માતાજીની નવરાત્રીની આઠમ નિમિત્તે મંદિર ખાતે પ્રતિ વર્ષ નવતર અભિગમ અપનાવી ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે ચાલુ વર્ષે ગામ ની 108 દીકરીઓ ના હસ્તે દીવડાની આરતી માતાજી મંદિર ખાતે યોજવામાં આવી હતી.
મંદિર પ્રાંગણમાં ગામના વડીલો,આગેવાન અને મંદિર ના વ્યવસ્થાપક સભ્યો અને પૂજારી ની હાજરી માં હવન-યજ્ઞ સંપન્ન કર્યા બાદ સાંજે મહાઆરતી યોજવામાં આવી હતી. જેમાં માતાજી ની 108 દીકરીઓ 108 દીવડા પકડી આરતી કરી ધન્યતા અનુભવી હતી. દીકરી ને લક્ષ્મી નો અવતાર ગણવામાં આવે છે. ત્યારે લક્ષ્મી રૂપી દીકરી ઓ દ્વારા આરતી કરવી અનોખી રીતે આઠમ પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.
નવરાત્રિની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી.ગરબાની સાથે માઇ મંદિરોમાં પણ ભકતોની ભીડ જામી હતી. નવરાત્રિના નવ દિવસના પુજન અર્ચન કરી શ્રધ્ધાળુઓએ માતાજીના શુભાષિશ પામવાનો પ્રયાસ કર્યો હતો. કોરોનાની મહામારી બાદ લોકોમાં ફરી ઉત્સાહનો સંચાર થયો છે.


