Gujarat

વિજયાદશમીની ઉજવણી ભરૂચમાં અસત્ય પર સત્યના વિજયના પર્વ દશેરાની ઉજવણી, પોલીસ હેડ ક્વાટર ખાતે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો

અસત્ય પર સત્યના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચના પોલીસ હેડ ક્વાટર ખાતે પણ દશેરાની ઉજવણી કરાઈ હતી. જેમાં શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો.
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની પુર્ણાહુતી સાથે જ આજે દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો ત્યારે અસત્ય પર સત્યના વિજયના આ પર્વનું ઘણું જ મહત્વ રહેલું છે. આજના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે. ભરૂચ પોલીસ હેડ ક્વાટર ખાતે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ અધિકારીઓએ તેમના શસ્ત્રો તેમજ વાહનો અને અશ્વનું પૂજન કર્યું હતું.

IMG-20221005-WA0169.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *