નવરાત્રી દરમિયાન આસો સુદ આઠમના દિવસે શ્રી આનંદ આરાધના ધામ આશ્રમ ખાતે જગતજનની જગદંબા મા ભગવતીને યજમાન શ્રી તરૂણભાઇ નટુભાઇ પટેલ પરિવાર (વડોદરા) દ્વારા સોનાનો મુગટ અર્પણ કરાવામા આવ્યો.
આ આશ્રમ વડોદરા જીલ્લાના શિનોર તાલુકાના કંજેઠા ગામમાં નર્મદા કિનારે આવેલ છે, જ્યાં આનંદ ના ગરબાના ઉપાસક અને શ્રીમદ્ દેવી ભાગવતના વક્તા એવી ભાઈ બહેનની જોડી શ્રી જીતુભગત (બાપજી) અને કુ. મુક્તેશ્વરી દીદી દ્વારા ‘માં’ નર્મદાની આશરે 3500 કિલોમીટરની પરિક્રમા કરનાર પરિક્રમાવાસીઓ માટે નિ:શુલ્ક રહેવા તથા ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જય ભગવતી.
રિપોર્ટ રસિક વેગડા મોટી કુકાવાવ


