માણાવદરના મહાદેવીયા રોડ ઉપર આવેલ શૈશવ સ્કૂલમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સંજયભાઈ લાખાણીના માર્ગદર્શન હેઠળ *શૈશવ નવરાત્રી મહોત્સવ – 2022* નું આયોજન કરવામાં આવેલ જેમાં માતાજીના પારંપરિક ગરબા રજૂ કરવામાં આવેલ આ ગરબીમાં શાળાના જ કે.જી. થી ધો. 10 બંને માધ્યમના 75 ભાઇઓ- બહેનોના પાંચ ગ્રુપ દ્વારા માતાજીના ગરબા રજૂ કરવામાં આવેલ. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી લાખાણી સાહેબ, પ્રિન્સિપાલ જ્યોત્સના મેડમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડેલ છે તથા શાળાના સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.આજરોજ ગરબીમાં ભાગ લીધેલ બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં માણાવદર લોહાણા મહાજનના પ્રમુખ હિતેશભાઈ દાવડા તેમજ લોહાણા મહાજનના સભ્યો ગીરીશભાઈ સોમૈયા, જયેશભાઈ મશરૂ, જગદીશભાઈ લાખાણી, યોગેશભાઈ દતાણી, શ્રી પરેશભાઈ ભીમજીયાણી, ભરતભાઈ રૂઘાણી, પ્રો.ઉદયભાઇ લાખાણી, ગોવિંદભાઈ રાયકુંડલીયા, મહિલા મંડળના પ્રમુખ ભારતીબેન તન્ના હાજર રહેલ હતા, તેમના હાથે બાળકોને લાણી આપવામાં આવેલ હતી તેમજ ઇનામ વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રજનીભાઈ વ્યાસ જુનાગઢ, યુવરાજસિંહ જાડેજા નાનીમારડ, જીનીયસ સ્કુલના પ્રિન્સિપાલ નીરવભાઈ દતાણી, એડવોકેટ મયુરભાઈ શિંગાળા આ તકે હાજર રહ્યા હતા અને તેમના હાથે બાળકોને ઇનામ આપવામાં આવ્યાશૈશવ સ્કૂલના પ્રિન્સિપાલ જ્યોત્સના મેડમ તેમજ શૈશવ સ્કૂલના સ્ટાફ દ્વારા પણ બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે ખાસ શૈક્ષણિક સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી લાખણી સાહેબ, તથા તેમનો પરિવાર શ્રીમતી રૂપલબેન લાખાણી, ક્રિના લાખાણી, અક્ષીત લાખાણી, ખાસ રાજકોટથી અહીં હાજર રહીને શોભામાં અભિવૃદ્ધિ કરેલ હતી તેમજ બાળકોની સાથે સ્કૂલના સ્ટાફને પણ ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.તસવીર અહેવાલજીગ્નેશ પટેલ માણાવદર


