Gujarat

ગુજરાત યુથ કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા ગળવાવ ફાટકે પહોંચતા તાલુકા કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

(જીગ્નેશ પટેલ દ્વારા)
ગુજરાત યુથ કોંગ્રેસની સોમનાથથી સુઈગામ સુધીની ‘યુવા પરિવર્તન યાત્રા’નો પ્રારંભ થયો છે. સોમનાથ મહાદેવના દર્શન કરીને બીજા તબક્કાની સોમનાથથી સુઈગામ સુધીની યાત્રા યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિહ ચુડાસમાએ શરૂ કરાવી છે
પરિવર્તન યાત્રા અંગે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, સોમનાથ મહાદેવના દર્શન કરીને બીજા ચરણની યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.5મી સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીએ અમદાવાદમાં ગુજરાતના યુવાનોને જે વચનો આપ્યા હતા, તે વચનોને દરેક યુવાનો સુધી પહોંચાડવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે યુવા પરિવર્તન યાત્રા માણાવદરના ગળવાવ ફાટક ખાતે આવી પહોંચતા તેમનું માણાવદર તાલુકા કોંગ્રેસ દ્વારા બાઇક રેલી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું યુવા પરિવર્તન યાત્રા ગળવાવ ફાટકથી સિનેમા ખાતે આવી પહોંચતા ત્યાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી બહારપરા ચોક, પોલીસ સ્ટેશન ચોક, ગાંધીચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આરટી પહેરાવી આ યાત્રા પટેલ ચોક થઈ સિનેમાએ પૂર્ણ થઈ હતી આ યાત્રામાં માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશભાઈ છૈયા, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજય ઝાટકિયા, જુનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ લાડાણી, માણાવદર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ધર્મેશ બોરખતરીયા, કોંગ્રેસ અગ્રણી હરિભાઈ પટેલ, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અવિનાશ પરમાર, માણાવદર તાલુકા ઓબીસી સેલ પ્રમુખ વિરમભાઇ ખોડભાયા, પીઢ કોંગ્રેસ અગ્રણી વાસણભાઇ મેતા તેમજ બોહળી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર – જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20221010_151927.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *