અંકલેશ્વરના ફટાકડા સ્ટોર સંચાલકો બારકોટ વાળા ગ્રીન ફટાકડા બજાર માં મુક્યા છે. ફટાકડા ની 60 % સપ્લાઈ વચ્ચે ભાવમાં 80 % નો ઉછાળો પણ જોવા મળ્યો છે.નોઈસ પોલ્યુશન તેમજ હવા પ્રદુષણ ની ફરિયાદો વચ્ચે અંકલેશ્વર ફટાકડા બજાર માં વેપારીઓ દ્વારા ગ્રીન ફટાકડા લાવી પર્યાવરણ ના જતન સાથે ઉત્સવ ની ગરિમા જળવાઈ રહે તે માટે આગળ આવ્યા છે. અંકલેશ્વર બજાર માં પ્રથમ વખત ગ્રીન ફટાકડા વેચાણ અર્થે બજારમાં આવ્યા છે. જેમાં અલગ અલગ પ્રકાર ની વેરાયટી સાથે સામાન્ય ફટાકડા જેવા જ ફટાકડા આવ્યા છે.
જે ફટાકડાના બોક્સ પર બારકોડ લાગેલો હોય છે જે સ્કેન કરતા ફટાકડા ની ડીટેલ તેમજ તેની બનાવટ સહિતની વિગતો ઓનલાઇન ઉપલબ્ધ થઇ જશે. ગ્રીન ફટાકડા બનાવતા સમય વધુ જતો હોવાથી તેનું ઉત્પાદન ઓછું છે. અને 60 % જ સપ્લાઈ મળી રહ્યો છે. તેમજ ભાવ માં પણ 80 %વધારો છે. પ્રદુષણ રહિત ગ્રીન ફટાકડા ને લઇ મોંઘા હોવા છતાં તેનું ચલણ વધવાની દુકાનદારો એ આશા વ્યક્ત કરી રહ્યા છે.
