Gujarat

માણાવદર લાયન્સ સ્કૂલમાં યોજાયેલ નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનો ૭૦ દર્દીઓએ લાભ લીધો

(જીગ્નેશ પટેલ દ્વારા)
માણાવદરના મહાદેવિયા રોડ ઉપર આવેલ લાયન્સ સ્કૂલમાં ફ્રી આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં દર્દીઓને દિનચર્યા, ઋતુચર્યા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વ્યસનમુક્તિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો. ધૃપેશ ઠુંમર સરકારી આયુર્વેદિક દવાખાનું લાંગડ તેમજ ડો. ઋષિ મહેતા સરકારી આયુર્વેદિક દવાખાનુ  કોયલાણા ઘેડ એ પોતાની સેવા આપી હતી.આ કેમ્પનો ૭૦ દર્દીઓએ લાભ લીધો હતો અને આયુર્વેદિક દવાઓ પણ વિનામૂલ્ય આપવામાં આવી હતી બંને આયુર્વેદિક દવાખાનાના વિનમ્ર ડોક્ટરો દ્વારા દર્દીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે ડો.પંકજભાઈ જોશી, નરેન્દ્રભાઈ સવસાણીએ ભારે જેહમત ઉઠાવી આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *