Gujarat

નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ની પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં કોપિયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા  

આગામી તા.16/10/2022, રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત ક્રમાંક 10/2022-23 નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ની લેખિત પરીક્ષાઓ યોજાનાર હોવાથી પરીક્ષાઓ દરમિયાન પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્સ/કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિધાર્થીઓને અન્યાય થતો અટકાવવા માટે જામનગર જિલ્લાના નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટર વિસ્તારની હદમાં આવેલા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, અંગત વપરાશકર્તાઓએ તા. 16/10/2022ના સવારના 11થી બપોરના 1:00 કલાક સુધી કોપીયર મશીનો બંધ રાખવા તેમજ ઉપરોક્ત પરિશિષ્ટમાં સમાવિષ્ટ પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર શ્રી ભાવેશભાઈ એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જામનગર દ્વારા મનાઈ હુકમ ફરમાવવામાં આવે છે. હુકમનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે. હુકમ સરકારી, અર્ધસરકારી અને જાહેર સાહસો સિવાયના કોપીયર મશીન વપરાશકર્તાઓને લાગુ પડશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *