Gujarat

સાવરકુંડલા શહેરમા આવેલ માનવમંદિર ખાતે હરખની હેલી ઉમટી. સેવકગણ દ્વારા ખૂબ જ ઉત્સાહજનક વાતાવરણમાં માનવમંદિરના સંત શ્રી પૂ. ભક્તિરામ બાપુના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
મુઝે મેરી મસ્તી કહાઁ લેકે આયી દિવાની હુઈ બાતેં ઉનકી પૂરે શહરમેં ઐસી હલચલ મચાયી, હમ  ઢૂંઢતે રહે થે ખુદકો, ઉસને આકર બડે પ્યારસે હમકો પરમાત્મા કી સહી રાહ દિખાઈ..
 હા, સાવરકુંડલા શહેર હાથસણી રોડ પર આવેલા માનવમંદિરના સેવાના ભેખધારી અને એ અમૃત સમાન માનવમંદિરના સંત શ્રી ભક્તિરામબાપુ એટલે અલખનો ઓલિયો. આ ધરાતલ પર સ્વર્ગલોકથી આ મૃત્યુલોક પર અવતરિત થયેલ દેવદૂત.  આપણાં દેશની પ્રાચીન સંસ્કૃતિને અર્વાચીન ઓપ આપી માનવતાનો સંદેશ ફેલાવવા જ કદાચ એમનો આ સાવરકુંડલાની નાવલી નદીના ભૂતળ પર પ્રવેશ થયો હશે. ખૂબ સાદગી, સાલસ, સૌમ્ય, મિલનસાર પ્રાકૃતિક, સંવેદનશીલ અને સૌહાર્દપૂર્ણ જીવનશૈલી. કોઈ દંભ કે આડંબર નહીં. કોઈ પણ વાતને નિષ્પક્ષરીતે લોકો સમક્ષ મૂકવાની એની જીવનશૈલી ભલાભલા સાધુસંત, ઉદ્યોગપતિઓ, સમાજશાસ્ત્રીઓ, રાજકીય હસ્તીઓ, કે અદના ઇન્સાન માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. જે હોઠો પર છે તે જ હ્રદયનાં ગહનતમ ઊંડાણમાં છે. આવા સંતનો જન્મદિવસ હોય એટલે એના સેવકગણો માટે પણ ગૌરવ દિન જ ગણાય.. આમ પૂ. ભક્તિરામ બાપુના જન્મદિવસ નિમિત્તે સેવકગણ ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે પૂ. ભક્તિરામ બાપુનાં જન્મદિવસની ઉજવણી માનવમંદિર ખાતે કરતાં જોવા મળ્યાં હતાં જેમાં લાયન્સ કલબ પ્રેસીડન્ટ કરશનભાઈ ડોબરીયા, મોર્નિંગ વોકીંગ કલબના મિત્રો અશોકભાઈ સોસા, કેતનભાઈ હિંગુ, હિતેષભાઈ સરૈયા, પત્રકાર પાંધીસર,મયુરભાઈ વાઘેલા, સુરેશભાઈ,અજયભાઈ ખુમાણ, જયસુખભાઈ ઠુંમ્મર, રમેશભાઈ વાળા કોન્ટ્રાકટર તેમજ માનવમંદિર પરિવાર દિનુબાપુ ગોંડલીયા, રાઘવ ગોંડલીયા, પ્રવિણભાઈ દેશાણી,સુર્યકાંતભાઈ ચૌહાણ, હરેશભાઈ ખુમાણ, અનકભાઈ વાળા, ગૌતમભાઈ, અશોકભાઈ અગ્રાવત, બળવંતભાઈ મહેતા, કૌશિકભાઈ દવે, ઈલાબેન કુબાવત સાથે હરિના બાળકો દ્રારા પૂજ્ય ભક્તિરામબાપુને જન્મ દિવસ શુભેચ્છાઓ તેમજ શાલ અને હાર પહેરાવી સેવકગણ દ્રારા પોતાની ખુશી વ્યક્ત કરતી એ અલભ્ય પળોના સહભાગી બન્યાં

IMG-20221012-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *