Gujarat

જેતપુરના બે યુવાનો ચોરીના  બાઈક અને 10 મોબાઈલ સાથે પકડાયા

જેતપુર પોલીસ ટીમને જેતપુર ના નવાગઢ વિસ્તારના બળદેવ ધાર માં બે શખ્સો ચોરીના બાઈક  તેમજ મોબાઈલ હોવાની બાતમી આધારે બન્ને યુવાનોને ચોરીના  બાઈક અને ,10 મોબાઈલ મળી રૂપીયા 63.000 મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા
બનાવની વિગતો મુજબ જેતપુર શહેર તેમજ તાલુકામાં વાહન ચોરી ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે વાહનચોરીના બનાવોમાં આરોપીઓને ઝડપી લેવા કડક આદેશો થયા છે. આ દરમીયાન જેતપુર પોલીસ મથકના સ્ટાફે નવાગઢ ના બળદેવધાર વિસ્તારમાં બે યુવાનો પાસે ચોરીની બાઈક તેમજ મોબાઈલ હોવાની વિગતો મળી હતી. પોલીસ સ્ટાફે વોચ રાખી હતી. જેમાં કાવાસાકી કંપનીના બોક્ષર બાઈક સાથે 10 જેટલા મોબાઈલ મળી બને યુવાનો શંકાસ્પદ લાગતા તેને અટકાવી બાઈક વિશે પુછપરછ કરાઈ હતી, જેમાં તે સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા
આ ઉપરાંત તેની પાસે રહેલ 10 મોબાઈલ પણ છળકપટથી મેળવેલા હોવાનું બહાર આવ્યુ હતુ. આથી પોલીસે જેતપુરના નવાગઢ વિસ્તારના બળદેવધારમાં  રહેતા જીગ્નેશ ગોવિંદ મકવાણા  તેમજ હિરેન ભરતભાઈ ઝિંઝુવાડીયાને ઝડપી પાડી આ શખ્સ સામે 41(1) ડી કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે

IMG-20221015-WA0081.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *