૪૮% મહેકમ નાબુદ કરવા સહીત ની અનેક માંગણીઓને લઇ કર્મચારીઓએ ઉગામ્યું આંદોલન નું હથિયાર……
આજ રોજ વંથલી નગર પાલિકા નાં કાયમી સફાઈ કર્મચારીઓ એ નગર પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ને સંબોધી લેખિત માંગણીઓ કરી હતી. આ માંગણીઓ ન સંતોષાય તો આંદોલન ની ચીમકી ઉચ્ચારતા સમગ્ર વંથલી પંથક માં આ વિષય ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો. ૪૮% મહેકમ નાબુદ કરવા સહીત ની અનેક માંગણીઓ ને લઇ નગર પાલિકા નાં કાયમી સફાઈ કર્મચારીઓએ આંદોલન નું શાસ્ત્ર ઉગામ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસો માં ગુજરાત માં વિધાનસભાની ચુંટણી ઓ યોજાનાર છે ત્યારે તમામ કર્મચારી સંગઠનો સરકાર પાસે પોતાની માંગણીઓ રજુ કરી સરકાર ને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે. જાણે ગુજરાત માં હાલ આંદોલન ની સીઝન ચાલતી હોય તેમ અનેક આંદોલાનોએ સરકાર ની ઉન્ધ ઉડાડી દીધી છે.
રીપોર્ટ બાય :હાર્દિક વાણીયા
વંથલી


