Gujarat

પાળીયાદ વિસાણબાપુની જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુને જન્મ દિવસની વધાઈ…

સૌરાષ્ટ્રનાં સુખ્યાત તીર્થ પાળિયાદની “વિહળધામ” જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી આમંત્રિત સભ્ય
પૂજ્ય ભયલુબાપુનો ૧૮/૧૦/૨૦૨૨ના રોજ જન્મ દિવસ છે. અમરેલી જિલ્લાના કાતર દરબાર, દાદબાપુ જોરૂબાપુ વરૂ ના મોટા દીકરા એટલે આપણા સહુના લાડીલા પૂજ્ય ભઇલુબાપુ. એમના રાજવી પરીવારે રાજાશાહીથી આજ દિવસ સુધી પોતાની રૈયતનું – ગામનું – ધને-ધાને, સુખ-દુઃખમાં  માવતરની જેમ ધ્યાન રાખેલ છે. ગામને પીવાના પાણીનો પ્રશ્ન હોય, તો પોતાની વાડીમાં ઊભેલા પાકને પીયત કરવાને બદલે ક ગામને પાણી આપીને ગ્રામજનોની સમસ્યા ઉકેલી છે. ભઇલુબાપુએ મહેમાનોને માન અને મીઠો આવકાર આપવાના સંસ્કાર ગળથૂથીમાં પીધાં છે. રજવાડી પરિવારની માન-મર્યાદા અને મોટપના સદગુણને કોઠામાંથી જ તેઓ શીખીને આવેલ છે. નાનપણથી પોતાની આગવી સૂજબુઝથી અન્ય માટે પ્રેરણારૂપ બનેલા પૂજ્ય ભઇલુબાપુનું મન મોટું છે અને સહુને મદદ રૂપ થવાની તેમની ભાવના રહી છે. નિરંતર પ્રગતિ કરવાના વિચાર – ભાવથી તેઓ સમાજમાં અને બહોળા મિત્ર વર્તુળમાં સન્માનપૂર્ણ સ્થાન ધરાવે છે.
પૂજ્ય ભયલુબાપુ અને એમના પરીવાર પર આઈ સોનલમાં મઢડા વાળાની ખુબ કૃપા દ્રષ્ટિ રહી છે. આઈમાઁ ના વચન મુજબ લોઢાંમાં લીટી એવા શબ્દો ભઇલુબાપુ માટે સત્ય સાબિત થતા નજરે પડે છે.
પાળીયાદના ઠાકર પૂજ્ય વિસામણબાપુના ચાર હાથ અને સીધી કૃપા પૂજ્ય ભયલુબાપુમાં ઉતરતી પત્યક્ષ જોઈ શકાય છે.
જગ વિખ્યાત પાળીયાદ જગ્યાને વધુ વિકાસશીલ , પ્રગતિશીલ તેમજ ઉજળી પરંપરાની મર્યાદા સાથે ગતિશીલ બનાવવાનું કામ કરવામાં પૂજ્ય ભયલુબાપુ નિમિત્ત બનેલ છે.
પાળીયાદ જગ્યાની આગવી પરંપરા સાથે ખુબ અદ્યતન એવી બણકલ ગૌશાળા એની ચોક્ખાઈ સાથે ગૌમાતાની સાચવણ કે જેમાં જરૂરી વાતવરણ પ્રમાણે લીલી નીરણ , સૂકી નીરણ , લાપસી , ગોળ , સુખડી જેવા પૌષ્ટિક ખોરાક સાથે સમયે સમયે જરૂરી રસી તેમજ દવા અને પશુચિકિત્સકની સતત સારવાર મળતી રહે
એવી સુંદર વ્યવસ્થા સાથે ગૌસેવા પૂજ્ય ભયલુબાપુની દેખરેખમાં થઈ રહી છે.
પાળીયાદ જગ્યાની સદાવ્રતની પરંપરા મુજબ, અભ્યાગતોને સાત્વિક અને સરસ ભોજન પ્રસાદ રૂપે પીરસાય છે. આ માટે અતિ આધુનીક સાધન સામગ્રી વસાવેલી છે, કે જેથી મોડી રાત્રે પણ ગરમ ભોજન યાત્રાળુઓને મળી રહે છે. ગમે એટલા મેહમાન અચાનક પ્રસાદ લેવા આવી જાય, તો પણ આ અદ્યતન અન્નપૂર્ણા ભંડાર ખૂટતો નથી. પ્રત્યેક અમાસના દિવસે અહીં લાખો દર્શનાર્થીઓ અને સેવકો માટે પ્રસાદની વ્યવસ્થા થાય છે.
ખુબ સારી બ્રીડ ના અશ્વો સાથેની અશ્વશાળા પણ સરસ બનાવી છે. અશ્વોને કાળજી સાથે સમય મુજબ ખોરાક અને દવા અપાય છે. ગૌશાળા અને અશ્વશાળાની સ્વચ્છતા અને ચોક્ખાઇ માટે પૂજ્ય શ્રી ભયલુબાપુ સતત  દેખરેખ રાખે છે.
જગ્યાના ઉતારા વિભાગમાં, તમામ ગેસ્ટ હાઉસનું રીનોવેશન કરીને આજના યુગ પ્રમાણે નાનામા નાની બાબતનું ધ્યાન રાખીને સુવિધાસભર ઉતારાઓનું નિર્માણ પૂજ્ય ભઇલુબાપુના માર્ગદર્શનમાં થયેલ છે.
પાળીયાદ જગ્યાની તમામ ખેતી લાયક જમીનમાં, આધુનીક વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે  પીયતની, મકાનની ગોડાઉનની તેમજ દીવાલ અને ફેન્સીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જગ્યાની ખેતીના વિકાસ માટે ખુબ મહત્વનું યોગદાન પૂજ્ય ભયલુબાપુએ આપેલ છે.
પાળીયાદ નું આ પ્રસિદ્ધ પીરાણું એનાં  મીઠપવાળા, રૂડા આવકાર માટે પ્રખ્યાત છે. એમા વળી સોનામા સુગંધ ભળી હોય એવી રીતે પૂજ્ય બા અને ભયલુબાપુ દ્વારા સાધુઓ, સંતો અને મહંતોનો, એમના માન મોભા અને પરંપરા મુજબ સત્કાર કરવામાં આવે છે. પૂજ્ય ભયલુબાપુ હંમેશા હોંશે હોંશે સાધુ સંતોની સરભરામાં આગળ રહે છે. એથી જ સાધુ સમાજમાં પોતાની આગવી ઓળખ અને સ્થાન ઊભું કરીને સહુનાં દિલ જીત્યાં છે. રાષ્ટ્રની
દરેક જગ્યા , આશ્રમ  કે સંપ્રદાયના કાર્યક્રમ કે સારુ મોળું ટાણું તેઓ ચૂકતા નથી અને દરેક નાના મોટા સાધુ સાથે તેમનાં સુખ દુઃખમાં અને વ્યવવારમાં તેમજ કોઇપણ કામકાજમાં ખભે થી ખભો મેળવી ઉભા રહેવાની એમની ભાવના થકી આજ પૂજ્ય ભયલુબાપુ તમામ સાધુ સમાજ અને વિહળ પરીવાર સેવક સમુદાયની નજરમાં ખુબ જ આગવું અને ઊંચું સ્થાન ધરાવે છે.
પૂજ્ય ભયલુબાપુની કાર્યશૈલી અને સૂઝબુઝ તેમ જ એમનો પ્રેમાળ સ્વભાવ, સદાય હસ્તો અને આનંદી ચેહરો તેમજ મીઠપભર્યા આવકાર સાથેની મહેમાનગતિની વાતો તો પૂરીજ થાય એમ નથી.
નાનામાં નાના માણસથી લઈ, મોટા સુધી એકજ રેહણી કેહણી, કોઈ કામ નાનું નહીં સમજવું ને કોઈ અહીંથી નિરાશ થઇને ન જાય, એની સતત કાળજી ભઇલુબાપુ રાખે છે.
એમના મિલનસાર સ્વભાવ અને ઉજળા વ્યક્તિત્વને કારણે રાજકિય ક્ષેત્રમાં પણ તેમનો અનોખો પ્રભાવ છે. તમામ પક્ષના અગ્રણીઓ સાથે તેમને સુમેળભર્યા સંબંધો છે. એટલે જ રાજ્યના મંત્રીઓ અને મુખ્યમંત્રીથી માંડીને કેન્દ્રીય પ્રધાનો સુધીના અનેક નેતાઓ એમની રૂડી મહેમાનગતી માણવા પાળિયાદ પધારી ચૂક્યા છે.
જગ્યાના ગાદીપતી પૂજ્ય બા શ્રી નું પ્રતિનિધિત્વ ખુબ સારી રીતે પૂજ્ય બા શ્રી ના રાજીપા અને પૂજ્ય બા શ્રી, કાયમ જેમના માટે ગૌરવ લઇ શકે એવું જીવન, એવું વ્યક્તિત્વ એવી સેવાભાવના ધરાવતા, અનેક સદગુણો થી ભરેલા એક માનવી એટલે  ભયલુબાપુ…
એમના જન્મ દિવસ નિમિતે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારને, ઠાકર વિહળાનાથને અને પૂજ્ય શ્રી નિર્મળાબાના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના કે પૂજ્ય ભયલુબાપુ પર એમની અમીદ્રષ્ટિ, કૃપાદ્રષ્ટિ અને આશીર્વાદ સદાય વરસતા રહે.
પૂજ્ય ભયલુબાપુ ને પણ પ્રાર્થના કે વિહળ પરિવાર સેવક સમુદાય પર એમની મીઠપ વાળો આવકાર અને સેવાભાવ તેમજ પ્રેમભાવ હંમેશા રહે.
પૂજ્ય શ્રી ભયલુબાપ હંમેશા ખુબ ખુશ રહે , સ્વસ્થ અને નીરોગી રહો મસ્ત રહે એ જ ઠાકર પાસે પ્રાર્થના…
અહેવાલઃવિપુલ લુહાર

IMG-20221017-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *