Rajasthan

પોલીસ સ્ટેશનમાંથી યુવતીને ઉઠાવી ગયા,પતિ બૂમો પાડતો રહ્યો,પોલીસ જાેતી રહી ગઈ

જાેધપુર
રાજસ્થાનનાં જાેધપુર જિલ્લાના બિલારા પોલીસ સ્ટેશનમાંથી અપહરણનો મામલો સામે આવ્યો છે. અહીં બિલારા પોલીસ સ્ટેશનમાં એક યુવતીનું અપહરણ કરવામાં આવ્યું અને પોલીસ જાેતી રહી ગઈ. યુવતીનું અપહરણ તેના પરિવારના લોકોએ કર્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તે યુવતી અહીં પોતાના પતિની સાથે નિવેદન નોંધવા આવી હતી. યુવતીના અપહરણ દરમિયાન તેનો પતિ બૂમો પાડતો હતો પરંતુ કંઈ કરી શક્યો નહીં. જ્યારે પોલીસ યુવતી અને અપહરણકર્તાઓને શોધી રહી છે. અપહરણનો આ મામલો ચર્ચાનો વિષય છે. હકીકતમાં, જાેધપુરના બિલારા વિસ્તારમાં રહેતી એક યુવતીએ થોડા સમય પહેલા એક યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ યુવતી ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનોએ બિલારા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.રવિવારે આ મામલામાં યુવતી પોતાનું નિવેદન નોંધવા પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશનના પરિસરમાં તેની કાર આવીને ઉભી રહી કે તરત જ ત્યાં રાહ જાેઈ રહેલા તેના સંબંધીઓ તેને ઉપાડીને લઈ ગયા. પોલીસ કંઈ કરે તે પહેલા જ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટના દરમિયાન મહિલાનો પતિ બૂમો પાડતો રહ્યો કે તેની પત્નીને મારી નાખવામાં આવશે. પરંતુ પોલીસ હાથ ઘસતી રહી. બિલારા પોલીસ અધિકારી બાબુલાલ રાણાએ જણાવ્યું કે, યુવતીનું નામ ગાયત્રી છે. થોડા દિવસ પહેલા તે પોતાના પરિવારના લોકોને કંઈપણ કહ્યા વગર નીકળી ગઈ હતી. તેના પછી યુવતીના પરિવારજનોએ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન યુવતીએ તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા. રવિવારે ગાયત્રી અને તેનો પતિ આનંદપુરી પોતાના વકીલની સાથે આ મામલામાં તેમનુ નિવેદન નોંધવા માટે લગભગ ૫ વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તે જ સમયે ગાયત્રીના સંબંધીઓ પોલીસની નજર સામે જ તેને પોલીસ સ્ટેશન પરિસરમાંથી લઈ ગયા હતા. સૂત્રોના અનુસાર, પોલીસ વિભાગમાં કામ કરતી યુવતીના સમાજમાં એક કોન્સ્ટેબલે આ સંપૂર્ણ ઘટનાની જાણકારી પરિવારના લોકો આપી હતી કે તે અને તેનો પતિ રવિવારે સાંજે નિવેદન નોંધવા માટે આવી રહ્યા હતા. જે બાદ સંબંધીઓએ પોલીસ સ્ટેશન પરિસરમાં અને બહાર ફિલ્ડીંગ કરી રહ્યા હતા. પોલીસ હવે યુવતી અને તેના પરિવારજનોને શોધી રહી છે જે તેને લઈ ગયા હતા. હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *