Gujarat

લીંબડીમાં ટ્રેનની અડફેટે મહિલાનું મોત, ટ્રેન ભાવનગરથી સુરેન્દ્રનગર આવતી હતી

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ટ્રેનની અડફેટે મહિલાનું મોત થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે ભાવનગરથી આવી રહેલી સુરેન્દ્રનગર ટ્રેનની અડફેટે મહિલા આવી જતા તેનું ઘટનાસ્થળ ઉપર મોત નિપજ્યું છે. ત્યારે તાત્કાલિક અસરે જાણકારી આપવામાં આવતા રેલવે પોલીસ લીંબડી રેલવે સ્ટેશન ઉપર પહોંચી અને મૃતક મહિલા અંગેની તપાસ હાથ ધરી રહી છે. ત્યારે હાલમાં આ મહિલા ટ્રેનની ઝડપે આવી કે પછી તેને આત્મહત્યા કરી તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હાલમાં તેના મૃત દેહને લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અને આ મહિલા કોણ છે ? ક્યાંની છે ? અને શા માટે તેને આત્મહત્યા કરી ? જે અંગેની હાલમાં રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે આ ટ્રેન ભાવનગરથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી, ત્યારે લીંબડી પાસે આ ઘટના બનવા પામી છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *