National

તાઈવાને ૮ ચીની લશ્કરી વિમાનો,૩ નૌકાદળના જહાજાેને ટ્રેક કર્યા હોવાનો છે અહેવાલ

તાઇવાન
તાઈવાને તેના દેશની સરહદ પર ૮ ચીની લશ્કરી વિમાનો, ૩ નૌકાદળના જહાજાેને ટ્રેક કર્યા છે.તાઈવાને ઁન્છ એરક્રાફ્ટ અને જહાજાે પર દેખરેખ રાખવા માટે એરક્રાફ્ટ, નૌકાદળના જહાજાે મોકલ્યા અને જમીન આધારિત મિસાઈલ ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો. તાઈવાનના સંરક્ષણ મંત્રાલય (સ્દ્ગડ્ઢ) એ રવિવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં તાઈવાનની આસપાસ આઠ ચીની લશ્કરી વિમાનો અને ત્રણ નૌકા જહાજાેને ટ્રેક કર્યા હોવાના અહેવાલ છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના આઠ વિમાનોમાંથી એક સુખોઈ એસયુ-૩૦ ફાઈટર જેટે દેશના એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોનના ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં તાઈવાને સ્ટ્રેટ મિડલાઈનને પાર કરી હતી. તેના જવાબમાં તાઈવાને રેડિયો દ્વારા ચેતવણી જાહેર કરી હતી તે સિવાય પીએલએના વિમાનો અને જહાજાેની દેખરેખ માટે ફાઈટર પેટ્રોલ એરક્રાફ્ટ, નેવલ જહાજાે અને જમીન આધારિત મિસાઈલ ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો. નોંધપાત્ર વાત એ છે કે ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં બેઈજિંગે તાઈવાનની સરહદની આસપાસ ૪૨૦ ચીની સૈન્ય વિમાન અને ૧૦૦ નેવલ જહાજ મોકલ્યા છે.સપ્ટેમ્બર ૨૦૨૦ થી, ચીને તાઇવાનમાં છડ્ઢૈંઢ ને નિયમિતપણે એરક્રાફ્ટ મોકલીને ગ્રે ઝોન રણનીતિનો ઉપયોગ વધારી દીધો છે. ગ્રે ઝોન રણનીતિને કોઈ દેશની સ્થિર સીમાને વારંવાર પ્રયાસોની શ્રેણી તરીકે જાેવામાં આવે છે. તેનો ઉપયોગ સીધો બળ અને મોટા પાયે લશ્કરી શક્તિનો ઉપયોગ કર્યા વિના ચોક્કસ સુરક્ષા હેતુઓ હાંસલ કરવાનો પ્રયાસ કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, ચીન વારંવાર દાવો કરે છે કે તાઈવાન કોઈ દેશ નથી, પરંતુ તે તેનો એક ભાગ છે. તાજેતરમાં દર પાંચ વર્ષે યોજાતી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની કોન્ફરન્સમાં ફરી એકવાર એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો કે તાઈવાનને ચીનમાં સામેલ કરવા માટે પણ બળનો ઉપયોગ કરી શકાય છે.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *