મોરબી શહેરમાં કેબલ બ્રીજ દુર્ઘટનામાં દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દામોદર કુંડ ભવનાથ ખાતે તા.૨-૧૧-૨૦૨૨ના રોજ સવારે ૧૦ કલાકે પ્રાર્થના સભા રાખવામાં આવી છે. જેમાં પદાધિકારીઓ, અધિકારીઓ તથા શહેરીજનોને ઉપસ્થિત રહેવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, મોરબીની આ દુ:ખદ ઘટનાને પગલે ગુજરાતમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
