Gujarat

અમરેલી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં  એમ્બયુલેન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

સાથે  અમરેલી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા “પરિવર્તન સંકલ્પ યાત્રા” નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું..
“પાર્થ ઉઠાવો બાણ હવે પરિવર્તન એજ કલ્યાણ ” ના સૂત્ર સાથે આજે પરિવર્તન સંકલ્પ યાત્રા અમરેલી પહોંચી હતી જેનું બાઈક અને ઓટો રીક્ષા સાથે મુખ્ય માર્ગો પર થઇ ને અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય જુના યાર્ડ ખાતે પહોંચી હતી જેમાં સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત, અમરેલી ધારાસભ્ય પરેશ ધાણાની, લાઠી ધારાસભ્ય વીરાજીભાઈ ઠુંમ્મર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી. કે. રૈયાની, દેવરાજ બાબરીયા, મીનાબેન સોંડાગર, સંદીપ પંડ્યા, મનીષભંડેરી, તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતાં.
2022 વિધાનસભા ચૂંટણી ની તારીખો જાહેર થઇ છે ત્યારે અમરેલીના રાજકારણ માં ગરમાવો આવ્યો છે ત્યારે હવે ભાજપ કોંગ્રસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતારી ગયા છે આ ત્રિપાખિયા જંગમાં દરેક પક્ષે પુરી તાકાત લગાવવી પડશે ત્યારે આજે પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢી કોંગ્રેસ દ્વારા અમરેલીમાં પ્રચાર શરુ થઇ ચુક્યો છે
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

20221103_180410.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *