એક કિલોમાં માત્ર બે થી અઢી જ ડુંગળી થાય તેવી મસ મોટી જંમ્બો ડુંગળીનું વાવેતર કર્યું. એટલે જ કહ્યું છે કે ગમે તેમ તોય આ કુંડલા પંથક છે. અહીં ખેડૂતો પણ પોતાના પ્રગતિશીલ વિચારો દ્વારા અવનવા ખેતપ્રયોગ કરતા જોવા મળે છે સાવરકુંડલા તાલુકાના લુવારા ગામના પ્રગતિશીલ ખેડૂત દિલુભાઈ .ડી. બોરીચા અને જયદીપ બોરીચાએ પોતાના ખેતરમાં […]
Author: Admin
શ્રીજી પ્રભુના ભવ્ય છપન્ન ભોગ મનોરથ પ્રસંગે શ્રી વિશાલબાવા નાથદ્વારા પધાર્યા.
શ્રીજી પ્રભુના ભવ્ય છપન્ન ભોગ મનોરથ પ્રસંગે શ્રી વિશાલબાવા નાથદ્વારા પધાર્યા. (છપન્ન ભોગ મનોરથના પ્રસંગે કોકિલાબેન અંબાણી તથા અનિલભાઈ અંબાણીની ઉપસ્થિતિ) પુષ્ટિ માર્ગની મુખ્ય પીઠ પ્રભુ શ્રીનાથજીની હવેલીમાં તા.૨૪-૨-૨૦૨૪ ના રોજ શ્રીજી પ્રભુને ભવ્ય છપન્ન ભોગ મનોરથ પ્રસંગે શ્રીજી પ્રભુની સેવામાં ગો.ચિ.૧૦૫ શ્રીવિશાલજી (શ્રીભુપેષકુમારજી) બાવા નાથદ્વારા પધાર્યા. શ્રીનાથજી મંદિર મંડળના ઉપાધ્યક્ષ શ્રીમતિ કોકીલાબેનના જન્મદિવસના પ્રસંગે […]
બનાસકાંઠાના કાણોદરમાં શ્રીમુલ ડેરી અને નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં રેડ કરી, 53 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના કાણોદર ખાતે શ્રીમુલ ડેરી અને નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં રેડ કરી અખાદ્ય જથ્થો જપ્ત કરાયો છે. બંને પેઢીમાં મળી 53 લાખની કિંમતનો કુલ 8200 કિ.ગ્રા જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી આગળ ની તપાસ હાથ ધરી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું […]
શ્રીકૃષ્ણના સુદર્શન ચક્ર પરથી સુદર્શન સેતુ નામ રખાયું; કૃષ્ણ ભક્તોએ નવા નામને આવકાર્યું
દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા ખાતે આગામી રવિવારે આશરે રૂપિયા 965 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ઐતિહાસિક એવા સિગ્નેચર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થનાર છે, ત્યારે આ સિગ્નેચર નામ એ એક સુવિખ્યાત વિદેશી દારૂની બ્રાન્ડ હોય અને આ ઐતિહાસિક પુલ ભગવાન શ્રી કૃષ્ણની સ્મૃતિમાં બનાવવામાં આવ્યો હોવાથી આ પુલનું નામ બદલવા માટે તેમજ કોઈ ઐતિહાસિક […]
જામનગરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સંકુલ બનશે, મુખ્યમંત્રીના હસ્તે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરાશે
ધારાસભ્ય રિવાબા જાડેજાની રજૂઆત પર સરકારની મહોર લાગી છે. જામનગરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સંકુલ બનશે. મુખ્યમંત્રીના હસ્તે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. જામનગરમાં સ્પોર્ટ કોચિંગ સેન્ટર માટે જગ્યાનો વર્ગફેર કરાવી ફાળવણી કરવા બાબતે જિલ્લા સ્પોર્ટ ઓથોરિટી એ કરેલી અરજી અને મહેસુલ વિભાગને લગત પરિપત્ર ધારાસભ્ય રિવાબાજ જાડેજા દ્વારા રમત ગમત મંત્રી હર્ષ સંઘવીને લખવામાં આવ્યો હતો. […]
સાવરકુંડલા શહેરની સરકારી પ્રાથમિક શાળા પે સેન્ટર શાળા નંબર એકમાં બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓની સાવરકુંડલાના પ્રખ્યાત કાંટા ઉદ્યોગની મુલાકાત.
સરકારશ્રી દ્વારા ધોરણ છ થી આઠમાં સમગ્ર વર્ષમાં દસ દિવસ બેગલેસ અભ્યાસની શરૂઆત કરવાનું નક્કી કરાયું છે. જે મુજબ વિદ્યાર્થીઓ ૧૦ દિવસ બેગ લીધા વગર સ્કૂલે આવશે અને આ ૧૦ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિષયોની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને સુથારી કામ, મેટલકામ ,માટી કામ ,કાંટા ઉદ્યોગ વગેરેની પ્રવૃત્તિ શીખશે. અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર […]
દૈનિક રાશિફળ – તા.૨૩-૦૨-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે, આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મુકો. આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે. કુટુંબ ના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરી […]
શ્રી સ્વામિનારાયણ બી.એડ્.કૉલેજ બોટાદમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણ
શ્રી સ્વામિનારાયણ બી.એડ્.કૉલેજ બોટાદમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ બોટાદનાં મનભાવન પરિસરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ બી.એડ્.કૉલેજ બોટાદનાં આંગણે *‘ વિશ્વ માતૃભાષા દિવસ’* અંતર્ગત *“વતનને વિશ્વથી જોડતી, માતૃભાષા ગુજરાતી”** પ્રકલ્પનાં સંયોજક પ્રા. વૈશાલીબેન દવેએ મહેમાનોની સ્વાગતવિધિ સાથે જ કાર્યક્રમની રંગારંગ શરૂઆત થઈ. સંસ્થાનાં ટ્રસ્ટીશ્રી સ્વામી માધવસ્વરૂપદાસજીએ ઉપસ્થિત રહી પ્રાસંગિક વક્તવ્ય આપી તાલીમાર્થીઓનાં ઉત્સાહમાં વધારો […]
અંબાણીના પુત્રના લગ્ન માટે ખાવડીમાં અદભૂત તૈયારીઓ
બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે જલ્દી જ લની શરણાઈ વાગશે. આ માટેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નનું રાધિકા મર્ચન્ટ સાથે જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર ત્રણ દિવસનો લગ્ન સમારંભ યોજાશે. ૧, ૨ અને ૩ માર્ચે જામનગરમાં આ યુગલ લગ્નજીવનની શરૂઆત કરશે. અંબાણી પરિવાર […]
માંગરોલ બંદર નાં માછીમારોએ લાઈટ ફીશીંગ, લાઈન લીશીંગ થેરા હીથીંગ જેવી ગેરકાયદે કરાતી માચ્છીમારી તાત્કાલીક અસરથી બંધ કરાવવા આવેદન આપ્યું,,,
આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે રાજ્યોના કેટલાક બંદરોના માછીમાર સુધીની ફીશીંગ બોટો દ્વારા માંગરોળ બંદરના દરિયામાં ગેરકાયદેસર રીતે લાઈન ફ્રીશીંગ, લાઈટ ફીશીંગની પ્રવૃતિ શરૂ કરવામાં આવેલ છે. તે સામુહિક અને નાના માછીમારોના હિત વિરૂધ્ધ છે. હાલમાં સમગ્ર ગુજરાત અને દેશના દરિયાઈ સીમાના રાજ્યોના દરિયામાં આવા પ્રકારની રાક્ષસી પદ્ધતિ થી થતી ફીશીગનું પ્રમાણ ખૂબજ વધી […]










