આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે રાજ્યોના કેટલાક બંદરોના માછીમાર સુધીની ફીશીંગ બોટો દ્વારા માંગરોળ બંદરના દરિયામાં ગેરકાયદેસર રીતે લાઈન ફ્રીશીંગ, લાઈટ ફીશીંગની પ્રવૃતિ શરૂ કરવામાં આવેલ છે. તે સામુહિક અને નાના માછીમારોના હિત વિરૂધ્ધ છે. હાલમાં સમગ્ર ગુજરાત અને દેશના દરિયાઈ સીમાના રાજ્યોના દરિયામાં આવા પ્રકારની રાક્ષસી પદ્ધતિ થી થતી ફીશીગનું પ્રમાણ ખૂબજ વધી […]
Author: Admin
ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા “માતૃભાષા દિવસની” ઉજવણી કરવામાં આવી
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર,એસ એફ હાઇસ્કૂલ છોટાઉદેપુર અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા આજ રોજ તા.૨૧-૦૨-૨૦૨૪ ના રોજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરી ના દિવસે વિશ્વભરમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે પણ “મળી માતૃભાષા […]
દિપક ફાઉન્ડેશન વડોદરા નાં સહયોગ થી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ટીબી રોગના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી.
જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા દિપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા બોડેલી તાલુકાના ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી ને વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ટીબી રોગના દર્દીઓ માટે સરકાર શ્રી તરફથી મફતમાં નિદાન અને સારવાર આપવામાં આવે છે તે ઉપરાંત જયાં સુધી દર્દી ની સારવાર ચાલે ત્યાં સુધી પૌષ્ટિક આહાર ની ઉણપ નહીં રહે […]
છોટાઉદેપુર નગરમાં આવેલ દરબાર હોલ ખાતે છોટાઉદેપુર સફળતા અકાદમી દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહ
તેમજ ફ્રી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેશ્વા કેરિયર અકાદમીના ડાયરેક્ટર ડોક્ટર શેહઝાદ કાઝી ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર નગરમાં આવેલ દરબાર હોલ ખાતે છોટાઉદેપુરમાં ચાલતી સફળતા અકાદમી દ્વારા વિવિધ પરીક્ષાઓમાં પાસ થયેલ ઉમેદવારોનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેશ્વા કેરિયર અકાદમી ગાંધીનગરના ડાયરેક્ટર ડોક્ટર શેહઝાદ […]
ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉત્સાહભેર ઉજવણી
‘જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’. આ અવિસ્મરણીય સૂત્ર આપીને કવિ અરદેશર ઈરાનીએ આપણી માતૃભાષાનાં રખેવાળ બની સુંદર કાર્ય કર્યું છે. આજનાં આ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનાં શુભ દિને ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળા મંદરોઇ સહિત કરંજ, પારડીઝાંખરી, જીણોદ તથા […]
રાજકોટ જિલ્લાના વેરાવળ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી દસ લાખના ખર્ચે ગામમાં સરપંચ રવિરાજસિંહ જાડેજા ની આગેવાનીમાં વિવિધ વિકાસના કાર્યો શરૂ કરાયા
રાજકોટના વેરાવળ ગામના અતિ પૌરાણિક જગ્યા માં બિરાજમાન વાસંગી દાદા નાં મંદિર સામે નાં ગાર્ડન મા પેવર બ્લોક ફિટિંગ કરવા નો શુભ પ્રારંભ કરાયો હતો. ઉપરાંત ગામની મહત્વની જગ્યાઓ માં આગામી સમય મા જ્યાં સ્નાન ઘાટ, તેમજ અવેડો સહીત નાં બહુ જૂનાં વર્ષો પેલા થી જર્જરીત હાલત મા જોવા મળતા હતા. વિકાસના કાર્યો કરવામાં આવશે […]
સાવરકુંડલા શહેરમાં આવેલ કાણકિયા કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો
તા. ૨૧-૨-૨૪ ના રોજ કાણકિયા કોલેજમાં ગુજરાતી અને અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરેલ. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રા. રીન્કુબેન ચૌધરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ક્યારથી શરૂ થઈ, સમગ્ર વિશ્વમાં આજે માતૃભાષા દિવસ શા માટે ઉજવાય છે, માતૃભાષાનું વૈશ્વિક મહત્વ શું છે તે અંગે […]
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા વીસમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયા
જરૂરિયાતમંદ કન્યાઓના હાથ પીળા કરવાનું પ્રેરણાદાયક કાર્ય. લંડન, અમેરિકા, આફ્રિકા, ઇટાલી સહીત વિદેશની ધરતી પરથી મહેમાનો પધાર્યા. અનેક લોકોનો માનવ મહેરામણ ઉમટ્યો. જુદી – જુદી જ્ઞાતિના ૨૮ યુગલો જોડાયા. નામાંકિત સંતો – મહંતો, મહાનુભાવો, રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ. ગુજરાત સરકાર દ્વારા સેવા તેમજ તબીબી ક્ષેત્રનો જેમને વિશિષ્ટ એવોર્ડ પ્રદાન થયો છે. એવા ચલાલાના યુગ નિર્માણ ગાયત્રી […]
લોકસાહિત્ય સેતુની નિયમિત ૧૧૪મી બેઠક બાલભવનમાં સંપન્ન પ.પૂ.હ્રદયસ્થ સ્વ.ડો. પ્રતાપભાઈ પંડ્યાની ૬૧મી એનિવર્સરી નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો
સ્વ.સાકરબેન ડોબરિયા તેમજ સ્વ.અલકાબેન ભટ્ટને પુષ્પાંજલિ ,શ્રદ્ધાંજલી અર્પણ લોકસાહિત્ય સેતુ પરિવાર અને ડો.જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મોમેન્ટ આપી સન્માન કરાયુ અમરેલી સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં પણ અમરેલી બાલભવનના સંગીતના વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ પ.પૂ.સંત શિરોમણી મોરારિબાપુના રુડા આશીર્વાદથી સ્થપાયેલ લોકસાહિત્ય સેતુ સંસ્થાની ૧૧૪મી નિયમિત બેઠક બાલભવનમાં યોજવામા આવી. પ્રારંભમા પ્રમુખ મહેન્દ્રભાઈ જોષીએ સહુને […]
બી.આર.સી. ભવન ઓલપાડ ખાતે ધો. 6 થી 8 નાં સામાજિક વિજ્ઞાન વિષયનો તાલીમ વર્ગ યોજાયો
સામાજિક વિજ્ઞાન એટલે માનવનાં સામાજિક જીવનનો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ ધરાવતું વિજ્ઞાન. શિક્ષણનાં નૂતન પ્રવાહમાં સામાજિક વિજ્ઞાનનું શિક્ષણકાર્ય રોચક બને તે માટે અનેકવિધ પ્રયત્નો થઈ રહ્યાં છે જે અંતર્ગત સામાજિક વિજ્ઞાનની અધ્યયન નિષ્પત્તિઓને વિદ્યાર્થીઓ સમક્ષ સરળ અને રસપ્રદ રીતે રજૂ કરવા માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત […]










