અમરેલી જિલ્લામાં રેતીની તંગીના કારણે વિકાસ કાર્યો પર વિપરીત અસર પડી રહી છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું કે જિલ્લામાં રોડ, રસ્તા, નાળા, પુલો, ચેકડેમ, શિક્ષણ સંસ્થાઓ, દવાખાના અને હોસ્પિટલોના બાંધકામ કાર્યો ચાલી રહ્યા છે. આ ઉપરાંત રેલવે વિભાગના કામો અને ગામડાઓમાં સરકારી યોજનાઓના કામો […]
Author: Admin Admin
ચિત્તલના જશવંતગઢમાં 50 કિશોરીઓના એચ.બી ટેસ્ટ, વજન ઉંચાઈ કરવામાં આવ્યા
ચિતલના જશવંતગઢ ખાતે પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. 50 જેટલી કિશોરીઓનાં એચ.બી ટેસ્ટ અને વજન ઉંચાઇ કરવામાં આવ્યા હતા. આ ઉજવણી દરમિયાન ગર્ભાવસ્થાથી બાળકના બીજા જન્મદિવસ સુધીના પ્રથમ 1000 દિવસના સમયગાળામાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂકવો, સમુદાય આધારિત કાર્યક્રમ દ્વારા અતિ ગંભીર કુપોષણમાં સુધારણા માટે નક્કર કાર્યવાહી કરવી, બાળકોમાં સ્થૂળતાને અટકાવવા તંદુરસ્ત જીવનશૈલી […]
દારૂના કેસમાં વોન્ટેડ આરોપી મોહીન પરમારની અમરેલીથી ધરપકડ
ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે દારૂના કેસમાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. સાપુતારા પોલીસ મથકના પી.આઈ. આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. પોલીસની ટીમે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી મોહીન અજભાઈ પરમાર અમરેલીમાં રહે છે. તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ […]
તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયેલ
તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી આયોજિત સ્થાપકટ્રસ્ટીશ્રી સ્વ. દિનેશભાઈ ઠુમરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ તારીખ 13-4-2025 ને રવિવારના રોજ યોજાયેલ જેમાં સ્વામિનારાયણ મંદિરના સંતશ્રી ભક્તિ સ્વામી તથા સંતશ્રી બાલકૃષ્ણ સ્વામી તેમજ નાનકશાની જગ્યાના મહંતશ્રી ભીખુબાપુ તેમજ પરબની જગ્યાના મહંતશ્રી વિજયબાપુ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકેલ . આ રક્તદાન કેમ્પમાં નાથાણી બ્લડ […]
24 કલાકમાં 6 ડિગ્રીનો ઘટાડો, આજે સવારે 28 ડિગ્રી નોંધાયું
ગાંધીનગરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શુક્રવારે મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું, જે ગુરુવારના 43.2 ડિગ્રી કરતાં 6 ડિગ્રી ઓછું છે. શનિવારે સવારે તાપમાન 28 ડિગ્રી નોંધાયું છે. દિવસ દરમિયાન તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. લઘુતમ તાપમાનમાં પણ 3 ડિગ્રીનો ઘટાડો થઈને 24.8 […]
કાયમી ભરતીની માંગ સાથે હનુમાન જયંતિએ રામધૂન-હનુમાન ચાલીસાના પાઠ કર્યા, પોલીસે અટકાયત કરી
ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતાં શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ગાંધીનગરમાં છેલ્લા 27 દિવસથી વ્યાયામ શિક્ષકો ધરણા પર બેઠા છે. આંદોલન દરમિયાન શિક્ષકોએ વિવિધ રીતે વિરોધ પ્રદર્શિત કર્યો છે. તેમણે અંગ કસરત, સૂર્ય નમસ્કાર અને યોગ કર્યા છે. ભગવાન શ્રી રામને પત્ર લખ્યો છે. પોતાની ડિગ્રીઓ 500થી 1000 રૂપિયામાં […]
ગોળીબાર અને ઝાંઝરીયા હનુમાન મંદિરે ભક્તોનો ધસારો, સાંજે નીકળશે શોભાયાત્રા
ચૈત્ર સુદ પૂનમના દિવસે સમગ્ર ગોહિલવાડ પંથકમાં હનુમાન જયંતિની આસ્થાભેર ઉજવણી થઈ રહી છે. શહેરના પ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિર અને અધેવાડા સ્થિત ઝાંઝરીયા હનુમાનજી મંદિરે સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે. ગોળીબાર હનુમાનજી મંદિરમાં બપોરે 12 વાગે મહાઆરતી યોજાઈ હતી. ભક્તોએ સવારથી જ પૂજા-અર્ચના કરી દર્શનનો લાભ લીધો હતો. ઝાંઝરીયા હનુમાનજી મંદિરે પણ હજારો […]
દેપલા ગામમાંથી ₹48 હજારનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપી ફરાર
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જેસર તાલુકાના દેપલા ગામમાં દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે દેપલા ગામના ક્રિપાલસિંહ સરવૈયાના ઘરે રેડ કરવામાં આવી હતી. 23 વર્ષીય ક્રિપાલસિંહ ભરતસિંહ સરવૈયાને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે તેનો સાથી રાજદીપસિંહ ઉર્ફે મુંજો વરસુભા સરવૈયા ફરાર થઈ ગયો છે. આરોપીઓ પાસેથી મધ્યપ્રદેશમાં વેચાણ માટેની ભારતીય […]
રેલવે ફાટક પાસેથી 36 હજારનો વિદેશી દારૂ સાથે એક શખસ પકડાયો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના જુના બંદર રોડ વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે રેલવે ફાટક પાસે મેલડી માતાના મંદિર નજીકથી એક શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ રાકેશભાઇ ઉર્ફે ટીનો ભૂપેન્દ્ર પરમાર (ઉંમર 39, રહે. આડોડિયાવાસ, ભાવનગર) તરીકે થઈ છે. આરોપી પાસેથી પોલીસે ભુરા કલરની પ્લાસ્ટિકની થેલીઓમાંથી […]
છેલ્લા એક સપ્તાહમાં મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સુધી પહોંચ્યું, લૂથી બચવા સૂચનાઓ જાહેર
ભાવનગર શહેરમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરી છે. છેલ્લા એક સપ્તાહના તાપમાનના આંકડા જોઈએ તો, 7 એપ્રિલે મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી અને લઘુત્તમ 25.2 ડિગ્રી નોંધાયું હતું. 8 એપ્રિલે મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી અને લઘુત્તમ 29.4 ડિગ્રી રહ્યું હતું. 9 એપ્રિલે સૌથી વધુ 41.2 ડિગ્રી […]










